૧,૦૦,૦૦૦થી વધુ પશુ, પ્રાણી, પંખીની સારવારનો નવો રેકોર્ડ

  • May 21, 2024 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યારે કોઈ વ્યકિત ગોલા ફેંકવા જેવી વાતો કરતો હોય ત્યારે 'ગધેડાને તાવ આવે તેવી વાત ન કર' તેમ કહેવામા આવતું હોય છે. પરંતુ ગધેડાને પણ તાવ આવતો હોય છે. માણસોને જે પ્રકારે સ્તનની ગાંઠ, ગર્ભાશયની કોથળીમાં રસી, નસબંધી, કેન્સરની ગાંઠ જેવું થતું હોય છે અને એકસરે, સોનોગ્રાફી, કીમોથેરાપી જેવી નિદાન– સારવાર આપીને તેમને સાજા કરાતા હોય છે. તેવી જ બધી સમસ્યા અને રોગ પશુ પ્રાણી પંખીઓમાં પણ થતી હોય છે. આ વાત સામાન્ય જનતા માટે સમજવી પ્રમાણમાં અઘરી છે પરંતુ જૂનાગઢની એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી વેટરનરી ડોકટરની ડિગ્રી મેળવીને રાજકોટ ખાતે પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ હસ્તકની હોસ્પિટલમાં પશુ, પંખી અને પ્રાણીઓની સારવાર સાથે જોડાયેલા ડોકટર વિવેક કલોલા ખુબ સારી રીતે સમજે છે.

સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં એકમાત્ર રાજકોટ ખાતે પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં પશુ, પ્રાણી, પંખી માટે સારવાર નિદાન અને ઓપરેશન જેવી વ્યવસ્થા છે અને તેના જ કારણે જ આ હોસ્પિટલ પર માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર્રમાંથી પશુ, પંખીઓ અને પ્રાણીઓને સારવાર માટે લાવવામાં આવતા હોવાથી અહીં કામગીરીનું ભારણ વધુ રહે છે. જોકે સારવારમાં કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો ન હોવાથી અને હોસ્પિટલને મળતા આર્થિક સહયોગનું પ્રમાણ થોડું ઓછું હોવાથી દર વર્ષે લાખો પિયાની ખોટ સહન કરવી પડે છે.

હોસ્પિટલના રજીસ્ટરમાં દર્શાવાયેલી વિગત મુજબ અહીં કુતરા, બિલાડા, ખિસકોલી, કાચબા, ઉંદર, ગાય, ઉંટ, ઘોડા જેવા તમામ પશુ પ્રાણી અને પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. માણસને જે પ્રકારે રોગ થતા હોય તેમ આવા પ્રાણીઓમાં પણ ગર્ભાશયની કોથળીમાં રસી, સ્તન ગાંઠ, કેન્સરની ગાંઠ જેવા રોગ જોવા મળે છે. એકસરે– સોનોગ્રાફીના માધ્યમથી રોગનું નિદાન વધુ સચોટ થાય છે અને તેના કારણે સારવાર તથા ઓપરેશનમાં રીઝલ્ટ સારા મળે છે. આ બધા જ સાધન હોસ્પિટલમાં લાખો પિયાના ખર્ચે વસાવવામાં આવ્યા છે.
પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે દેવાંગભાઈ માંકડ અને ચેરમેન તરીકે મયુરભાઈ શાહ જવાબદારી સંભાળી રહ્યા છે અને તેમની નીચે આવા સેવાભાવી લોકોની મોટી ટીમ કામ કરે છે.

પંચનાથ મહાદેવ મંદિરમાં રાજકોટ ખાતે આવેલી આ હોસ્પિટલમાં ડોકટર કલોલા અને તેની ટીમે ૨૦૧૫ થી અત્યાર સુધીમાં એક લાખથી વધુ અબોલ પશુ પ્રાણી પંખીને સારવાર આપી છે. ૨૦૦૦થી વધુ મેજર ઓપરેશન કરવામાં આવ્યા છે. ૩૦૦૦ થી વધુ માઇનોર સર્જરી કરવામાં આવી છે.
એકસરે અને સોનોગ્રાફી ૮૦૦૦થી વધુ કરવામાં આવી છે. અહીં સારવાર માટે દાખલ થતાં પશુ– પ્રાણીઓને એકસરે અને સોનોગ્રાફી ઉપરાંત માઈક્રોસ્કોપથી તેમના લોહી અને સ્ટુલના રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. મલ્ટી પેરા ઓકિસજન ચેમ્બર, એનેસ્થેસીયા મશીન, માઈક્રોસ્કોપ, ચામડીના રિપોર્ટ જેવા સાધન લેબોરેટરી પણ અહીં ઉપલબ્ધ છે.

ડોકટર કલોલાના જણાવ્યા મુજબ અહીં અત્યતં જટિલ કહી શકાય તેવા ઓપરેશન સફળ રીતે કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે સ્વાનમાં થતા ગર્ભાશયની કોથળીના રસીના ઓપરેશન, સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, મેમરી ટુમર, પેટના ટુમર, ઈયર ફીમેટોમા, સ્કીનના ટુમર, એબડોમીનલ સર્જરી જેવી કે આંતરડામાં આંટી વળી જવી, પથરી, સારણગાંઠના ઓપરેશન પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કુતરામાં થતા ખૂબ જ કોમન કેન્સરમાં કિમો થેરાપીથી સારવાર કરવામાં આવી છે. કુતરાઓમાં એનટી નામનું ખાસ કેન્સર થતું હોય છે. મેઇલ અને ફીમેઈલ બંનેમાં આ કેન્સર જોવા મળે છે. જેને કીમોથેરાપી દ્રારા સારવારથી સાં કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૫૦૦ થી વધુ સ્વાનને આ મુજબ કેન્સરની સારવાર આપવામાં આવી છે.

ગમે તેવું હિંસક કે આક્રમક પ્રાણી હોય તો પણ તેની સારવાર કરનાર પર તે કદી હત્પમલો કરતું નથી. આ વ્યકિત મને હાની પહોંચાડતી નથી પરંતુ મારી સારવાર કરે છે તેવી સમજ આવા પ્રાણીઓમાં જોવા મળે છે. પરંતુ યારે સાઈઝમાં નાના પ્રાણીઓની સારવાર અને ઓપરેશનની વાત આવે ત્યારે તે થોડું કઠિન બની જતું હોય છે તેમ અહીંની મેડિકલ ટીમ જણાવે છે. ખિસકોલી અને સસલા જેવા પ્રાણીમાં સિઝેરિયન ઓપરેશન કરવામાં આવ્યા છે પરંતુ તેમાં યારે સફળતા મળતી હોય છે ત્યારે તેનો આનંદગણો વધી જતો હોય છે. કુતરાઓની માફક સસલાઓમાં પણ કેન્સરના ઓપરેશન અહીં કરવામાં આવ્યા છે.

રાજકોટના પંચનાથ મહાદેવ મંદિરમાં આવેલી આ હોસ્પિટલમાં પશુ, પ્રાણી, પંખીને મફતમાં સારવાર આપવામાં આવે છે. જો રસ્તા પર આવા પ્રાણી જોવા મળે તો તેને આ હોસ્પિટલમાં સવારે ૯:૦૦ થી એક અને બપોરે ત્રણથી સાત દરમિયાન સારવાર આપવામાં આવે છે. કોઈ વ્યકિત આ માટે હોસ્પિટલના લેન્ડલાઈન નંબર ૦૨૮૧ ૨૨૩૧૨૧૫ નંબર પર કોન્ટેકટ કરીને સારવાર માટે માહિતી મેળવી શકે છે.દેવાંગભાઈ માંકડ, મયુરભાઈ શાહ સહિતની તેમની ટીમ કહે છે કે અમારાથી તો થાય તેટલું અમે કરીએ છીએ, મૂંગા પશુ –પ્રાણીના આશીર્વાદ અમારા માટે સૌથી મોટું વળતર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application