વુમન કનેક્ટ: એન્ટરપ્રિન્યોરને આપ્યું નવું પ્લેટફોર્મ

  • April 24, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહિલાઓને પગભર થવા માટે પ્લેટફોર્મ આપ્નાર વુમન કનેક્ટ ગ્રુપ દ્વારા તાજેતરમાં માર્ગદર્શન સેમિનાર યોજાઈ ગયો જેમાં એન્ટરપ્રિન્યોર માટે કઈ રીતે સ્ટ્રેન્થ વધારી શકાય, બિઝનેસમાં પાવરફુલ કોલિબ્રેશન કેવી રીતે કરવું તે અંગે તજજ્ઞો દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આજે મહિલાઓ પોતાની આવડત થકી ખુલ્લા આકાશમાં ઉડાન ભરી રહી છે. જેમાં ખાસ કરીને ઘરે બેસીને આત્મનિર્ભર બનેલી મહિલાઓને બિઝનેસ ક્ષેત્રમાં કઈ રીતે સફળતા મળી તે માટે સપ્ના જટાનીયાનાં નેતૃત્વ હેઠળ ગુજરાતમાં કનેક્ટ વુમન ગ્રુપ ચાલી રહ્યું છે જેમાં તબક્કા વાર મહિલાઓને બિઝનેસની બારાખડી શીખડવામાં આવે છે.

અલગ અલગ બિઝનેસ કરતી મહિલાઓ માટે પ્રેરણારૂપ થવા માટે નાયિકા અગ્રવાલ કનેક્ટ વુમન ગ્રુપ શરૂ કરાયું છે જે દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં કાર્યરત છે. જેમાં રાજકોટના સપ્ના જટાનીયા રાજકોટ, જામનગર ,જુનાગઢ ,ભાવનગર સુરત, જયપુર, અને મુંબઈના ચેપ્ટર હેડ તરીકે સક્રિય રહી મહિલાઓ સક્સેસ એન્ટરપ્રિન્યોર કઈ રીતે બની શકે તે માટે દર મહિને પર્સનાલિટીથી લઈ બિઝનેસ ડેવલપમેન્ટ અંગે એક ગાઈડન્સ કાર્યક્રમ યોજાતો હોય છે.

સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં મહિલાઓ ઘરે બેસીને ખાખરા, પાપડ ,મસાલા ,અથાણા નાસ્તા તેમજ અલગ અલગ હસ્તકલા સાથે સંકળાયેલી છે. તેમાં ખાસ કરીને કોરોના પછી મહિલાઓમાં રહેલી આ આંતરિક કલાનો ભરપૂર વિકાસ થયો છે. પરંતુ બહારની દુનિયામાં અને ખાસ કરીને બિઝનેસ નેટવર્કિંગ કઈ રીતે ઊભું કરવું તે અંગે અજાણ હતી આવા સમયે નાઈકા અગ્રવાલ દ્વારા 2017 માં શરૂ કરવામાં આવેલું કનેક્ટ નેટવર્કિંગનું પ્લેટફોર્મ આ બધી જ મહિલાઓને મળ્યું અને જેના લીધે અત્યારે ગુજરાતની હજારો મહિલાઓને નવી દિશા મળી છે જેના લીધે તેઓ પ્રગતિની હરણફાળ ભરી રહ્યા છે.કનેક્ટ વુમન ગ્રુપ દ્વારા તબક્કાવાર કાર્યક્રમ યોજાય છે. જેમાં તાજેતરમાં રાજકોટ ચેપ્ટરનો એક માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application