ભીમરાવનગરમાં કોલેજિયન છાત્રને પાડોશીએ છરીનો ઘા ઝીંકી દીધો

  • August 28, 2023 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજીડેમ પાસે આવેલા માંડાડુંગર નજીક ભીમરાવનગરમાં રહેતા કોલેજીયન યુવાનને પાડોશમાં રહેતા શખસે છરીનો ઘા ઝીંકી દેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.યુવાનના પિતા સાથે આરોપી ઝઘડો કરતો હોય યુવક તેનો વીડિયો ઉતારતો હોય જેથી આરોપીએ તેના પર હત્પમલો કર્યેા હતો તેમજ વચ્ચે પડતા યુવાનની માતાને પણ ઢીકાપાટુનો મારમાર્યેા હતો.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ,માંડાડુંગર પાસે ભીમરાવનગર શેરી નં.૧ માં ઢાળીયા પાસે રહેતા ધર્મેશ રાજુભાઇ બથવાર(ઉ.વ ૧૮) નામના યુવાને આ અંગે આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા કાના સામતભાઇ મકવાણાનું નામ આપ્યું છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે કુંડલીયા કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.
ગઇ તા. ૨૭૮ ના રોજ સાંજના સમયે પાડોશી કાના મકવાણા અમારા ઘર પાસે લાકડાના ટેકા પડયા હોય તે આડા પછાડી નાખતો હતો જેથી મારા પિતાએ તેને આવુ ન કરવાનું કહેતા ઉશ્કેરાઇ તેને ગાળો આપી ઝઘડો કરવા લાગ્યો હતો.
જેથી યુવાને તેને વીડિયો ઉતારવા માટે મોબાઇલ કાઢતા કાનાએ ગુસ્સે થઇ છરી કાઢી સાથળના ભાગે ઝીંકી દીધી હતી.બીજો ઘા મારવા જતા યુવાને છરી હાથથી પકડી લેતા તેનેે હાથમાં પણ છરી લાગી હતી.દરમિયાન યુવાનની માતા લાભુબેન વચ્ચે પડતા કાનાએ તેને પણ ઢીકાપાટુનો મારમાર્યેા હતો.દરમિયાન પોલીસને ફોન કરતા કાનો ભાગી ગયો હતો.બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૩૨૩,૫૦૪ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application