જામનગર મહાનગરપાલીકા દ્વારા શહેરમાં વિકાસ માટે હવે હાપા ખાતે સિંધુ જયોત ભવન નજીક અદ્યતન ત્રણ માળનું આકર્ષક મલ્ટી પપર્સ કલ્ચરલ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે, રૂ.૩૭ કરોડના ખર્ચવાળા આ પ્રોેજેકટને ગઇકાલે સ્ટે.કમીટીએ લીલીઝંડી આપી દીધી છે, જામનગરમાં પ્રથમ વખત જ આ પ્રકારનું અદ્યતન કોમ્પલેક્ષ બનશે અને તેમાં વિવિધ પ્રકારની સુવિધા પણ હશે, ખાસ કરીને ૭૦ હજાર ફુટ જગ્યામાં પાર્કિંગ એરીયા બનાવવામાં આવશે. આમ સંપૂર્ણ એસી બનનારા ઓડીટોરીયમનું કામ હવે ઝડપથી શરૂ થાય તે માટે લોકો રાહ જોઇ રહ્યા છે.
ગઇકાલે સ્ટે.કમીટીએ રૂ.૫૦૦ કરોડથી વધુ રકમના કામોની દરખાસ્તને લીલીઝંડી આપી દીધી છે, ત્યારે હાપામાં સિંધુ જયોત ભવનની પાસે જ આ પ્રકારનું અદ્યતન મલ્ટી પપર્સ કલ્ચરલ કોમ્પલેક્ષ બનાવવાનો નિર્ણય શાસકોએ કર્યો છે, રાજકોટ રોડ ઉપર હાપામાં ડાબી સાઇડમાં આવેલા આ પ્લોટમાં ૧૨૦૦ની સીટીંગવાળુ મલ્ટી લેવલ ઓડીટોરીયમ પ્રોજેકટર રૂમ, એક્રોટીકસ, વીઆઇપી રૂમ, ૮ લીફટ, ફાયર સિસ્ટમ, પ્રથમ માળે ૮ અને બીજા માળે ૮ સહિત કુલ ૧૬ રૂમ, એન્ટ્રી ગેઇટ, કમ્પાઉન્ડ વોલ સહિતની સુવિધા આ ઓડીટોરીયમમાં કરવામાં આવશે જેમાં નાટક, નૃત્ય સંગીત, એકઝીબીશન જેવા અનેક કાર્યક્રમો થઇ શકશે.
સ્ટે.કમીટીના ચેરમેન નિલેશ કગથરાએ આ અંગે વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે, કુલ ૧૮૯૮૨૫ ચો.ફુટ પાર્ટી પ્લોટમાં ગ્રાઉન્ડ વધતાં ત્રણ ફલોર હશે, ૭૦ હજાર ચો.ફુટમાં પાર્કિંગ એરીયા, કુલ સ્ટેર કેસમાં બે મુખ્ય એન્ટ્રી સહિત કુલ ૬ એન્ટ્રી હશે, અદ્યતન ઓડીટોરીયમમાં ૮ લીફટ અને મુખ્ય રોડથી ઓડોટોરીયમ સુધી ૯ મીટર પહોળો એકસેસ રોડ બનાવાશે, પાછળની તરફનો પણ વીઆઇપી એકસેસ રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક લેવલ પર એન્ટ્રી માટે જગ્યા રાખવામાં આવી છે.
આ ઉપરાંત ગ્રાઉન્ડ ફલોર પર આર્ટ ગેલેરી ૨૮૫૦ ફુટ અને ૩૫૦ ફુટનો સ્ટોર રૂમ, ફ્રન્ટ સાઇડ, ફર્સ્ટ ફલોરમાં ૨૮૫૦ ચો.ફુટના સ્ટોર રૂમ બનાવાશે, આશરે ૨૬૦૦ ચો.ફુટ એટલે કે ૬૫ ફુટ બાય ૩૯ ફુટ અને ૬ ગ્રીનરૂમ ઉપરાંત ૧૦૦૦ ચો.ફુટનો રીહર્સલ રૂમ, ૨૬૦ ચો.ફુટના વીઆઇપી રૂમ, એટેચ ટોયલેટ, ૨૬૦ ચો.ફુટના આર્ટીસ્ટરૂમ, ટોયલેટ બ્લોકસ, ૬૫૦ ફુટની ઓડીટોરીયમ ઓફીસ, ત્રીજા માળે પ્રોજેકટર રૂમ, મેઇન એન્ટ્રી પેસેજ ૧૨૭૫ ફુટનો અને બંને એન્ટ્રી પેસેજ ૩૬૦૦ ફુટ ઉપરાંત ૧૭ ફુટ જગ્યા સ્ટેજની ફરતે મુવમેન્ટ માટે રખાશે, આગળની તરફ લેન્ડ સ્કેપીંગ ૬૩૦૦ ફુટ, બંને તરફ એન્ટ્રી ૧૧૨૭૦ ફુટ, સંપૂર્ણ રીતે એસી હોલ, સાઉન્ડ પ્રુફ, એકોસ્ટીક દિવાલ, પોલ સીલીંગ ચેર, ઓટોમેટીક કર્ટન અને ઇલેકટ્રીક સ્ટેશન તેમજ ગ્રાઉન્ડ ફલોર ઉપર ૧૭૦૦ ચો.ફુટનો હોલ, પહેલા અને બીજા માળે ૪ થઇ કુલ ૮ રૂમ, ૧૬૫૦ ફુટનું કીચન, પાર્ટી પ્લોટ પાર્કિંગ ૬ હજાર ફુટ, પાર્ટી પ્લોટ એરીયા ૪૭૬૧૩ અને ૧૮૦૦૦ ચો.ફુટના બે પાર્ટી પ્લોટ સહિત આ બિલ્ડીંગ હશે જે અદ્યતન હશે.