તો રાજકોટમાં થશે ગેમઝોનથી વધુ ભયાવહ અગ્નિકાંડ

  • May 30, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના ટીઆરપી ગેમઝોનનો અિકાંડ અને ૩૦–૩૦ નિર્દેાષ માનવજીંદગી ભસ્મીભૂત થયાની આ ગોઝારી હૃદયદ્રાવક દુર્ઘટનાના પડઘા દેશભરમાં પડયા છે. હજી આ અિકાંડ પરથી રાજકોટના સ્થાનીક તંત્રવાહકો, શાસકોએ ધડો લેવાની જરૂર છે. જો હજુ પણ આળશ નહીં ખંખેરે કે બેદરકારીમાંથી બહાર નહીં નીકળે તો ગેમઝોનથી વધુ ભયાવહ અિકાંડ થવાની દહેશત મંડરાયેલી છે. રાજકોટની સદર બજાર ફટાકડા માર્કેટ જીવતા બોબં જેવી સાબીત ન થાય તે માટે અત્યારથી જ પોલીસ અને ફાયર બ્રિગેડ મહાપાલિકાએ સજાગ બનીને નિયમ વિરૂધ્ધ જે હોય તે બધું દુર કરાવવાની જરૂર છે. જો એક દુકાનમાં પણ આગ ભભુકી તો આ સાંકળા માર્ગવાળી પુરી ફટાકડા માર્કેટ આગની ચપેટમાં આવે તેવી ભીતિ સેવાઈ રહી છે.

રાજકોટ શહેરના જુના વિસ્તાર ગણાતા અને સૌરાષ્ટ્ર્રમાં સિઝન માર્કેટની થોકબધં બજાર એવા એરીયા સદર બજારમાં ફટાકડાની દુકાનો બારેમાસ કાર્યરત હોય છે. દુકાનો ઉપરાંત આ વિસ્તારમાં ફટાકડાનો સ્ટોક કરવા માટેના નાના–મોટા ગોડાઉનો પણ આવેલા છે. ફટાકડા માર્કેટ તરીકે ઓળખાતા સદર બજાર જુના રાજકોટનો વિસ્તાર હોવાથી માર્ગેા પણ સાંકળા છે અને મકાનો–દુકાનો પણ બાજુ બાજુમાં આવેલી છે. આવા ગીચ વિસ્તારમાં જીવતા બોંબ જેવી ફટાકડાની દુકાનો ધમધમે છે. ઘણાં ખરા એવા હોલસેલરો પણ સદર બજારની માર્કેટમાં છે ત્યાં લાખો રૂપિયાનો ફટાકડાનો સ્ટોક પડેલો હોય છે. અત્યારે જે રીતે ગેમઝોનમાં અિકાંડ સર્જાયો રખે ને કયારેય કુદરત આ સદર બજારમાં આવું અઘટીત ન થવા દે પરંતુ જો સદર બજારમાં ફટાકડાની એક દુકાનમાં કે ગોડાઉનમાં આગ ભભુકે તો આસપાસનો વિસ્તાર આગની ચપેટમાં આવતા સેંકડો પણ ન લાગે, કારણ કે, નજીક નજીકમાં જ ફટાકડાના ગોડાઉનો કે દુકાનો આવેલી છે. ગીચ વિસ્તારમાં માનવીય વસાહત પણ છે.

ફટાકડાના હંગામી ધોરણે લાઈસન્સ મેળવવા માટે પણ ફાયર એનઓસીથી લઈ પોલીસની પરવાનગી માટેની પ્રોસેસ માટે પણ પાસ થવું પડે છે. ફટાકડાનો સ્ટોક કરવા માટે ચોકકસ ક્રાઈટ એરીયાની જગ્યા અને દુકાનો અને ગોડાઉનો વચ્ચે અંતર પણ હોવું નિયમ મુજબ જરૂરી છે. સદર બજારમાં એક એક દિવાલ અડીને જ દુકાનો અને ગોડાઉનો આવેલા છે. આમ છતાં આ ફટાકડાના ધંધાર્થીઓને ફાયર બ્રિગેડની સહેલાઈથી એનઓસી મળી જતી હોય છે. આ એનઓસી અને અન્ય ઓનપેપર રજુ કરાયેલા કાગળોના આધારે પોલીસ પણ આંખો મીચીને લાઈસન્સ ઈસ્યુ કરી દેતી હોય છે. જો કંઈક બને તો કેવી મોટી દુર્ઘટના થાય આ બધી બાબતો દુકાનદારથી લઈ જવાબદાર તંત્રવાહકો નજરઅંદાજ કરતા રહે છે.  જો કયારેક કંઈક બન્યું તો સદર બજાર એવો સાંકળો વિસ્તાર છે કે, ત્યાં ફાયર બ્રિગેડના ફાયર ફાઈટરોને પહોંચવું પણ મુશ્કેલ થઈ પડે તેમ છે. માટે તંત્રએ સર્તકતા દાખવીને બધું નિયમબધ્ધ થાય તે મુજબ શેહશરમ છોડીને  અત્યારથી જ કામ હાથમાં લેવું જોઈએ


જો ભ્રષ્ટ્રાચાર ન કરતા હોય તો ખોટું કેમ ચલાવો છો ?

એવું પણ જાણવા મળી રહ્યું છે કે, કેટલીક જગ્યાઓ એવી પણ છે કે લાઈસન્સ માટે ઓનપેપર બતાવાયું હોય અને સ્થાનીક સ્થિતિ હોય છે કંઈક અલગ. આ બધી લાઈનદોરી કદાચીત ભ્રષ્ટ્ર કર્મચારીઓ કે અધિકારીઓની હોતી હશે. અથવા તો દુકાનદારો નોટોનો વજન મુકીને ધાયુ કરાવી લેતા હશે. જો આવું કઈં ન હોય તો પ્રશ્નો એવા ઉઠયા વગર રહે નહીં કે, શા માટે મહાપાલિકા અને પોલીસ ધારાધોરણો ન હોવા છતાં પરવાનગી આપી દે છે. ઘણી વખત કયાંક કર્મચારીઓ કે અધિકારીઓ એવો બચાવ કરતા હોય છે કે, ફલાણા ઉપરી અધિકારીઓ કે રાજકારણીઓની ભલામણ હોય એટલે કરવું પડે. પરંતુ જયારે દુર્ઘટના સર્જાતી હોય ત્યારે બચાવવા માટે આવા કોઈ અધિકારીઓ કે, રાજકારણીઓ વચ્ચે નહીં આવે અથવા તો પાપનું પોટલું તમારે જ ભોગવવું પડશે તે ભુલવું ન જોઈએ.

નવા પોલીસ કમિશનર અને મ્યુનિ. કમિશનરે ધ્યાન આપવું જરૂરી

સદર બજારની ફટાકડા માર્કેટ બહત્પ સાંકળા વિસ્તાર અને બે–પાંચ નહીં લાઈનબધ્ધ દુકાનો–ગોડાઉનો આવેલા છે. રાજકોટમાં પોલીસ કમિશનર અને મ્યુનિ. કમિશનર બન્ને આવ્યાને હજુ કલાકો જ થઈ છે અને આ બન્ને અધિકારીઓના પોસ્ટીંગ રાજકોટમાં સર્જાયેલી અિકાંડની દુર્ઘટનાના કારણે બદલાયેલા બન્ને કમિશનરની જગ્યાએ થયા છે. બન્ને નવા અધિકારીઓ હજુ રાજકોટના ભુગોળથી અજાણ હોય તે વાસ્તવિક જેવું છે. પરંતુ જયારે આવી કોઈ ઘટનાઓ ન બને તે માટે સરકાર તરફથી પણ આદેશો છે તો હવે આ બન્ને નવા અધિકારીઓએ સદર બજારની ફટાકડા માર્કેટમાં કેટલું સાચુ અને કેટલું ખોટુ તે તરફ ધ્યાન દઈને યોગ્ય કાર્યવાહી કરાવી પડશે નહીં તર જો કયારેક અહીં કંઈક બની ગયું તો આ આગ કાબુ બહાર જવાની પુરી ભીતિ કે દહેશત નકારી ન શકાય. જાગ્યા ત્યારથી સવાર માનીને હવે રાજકોટ અને રાજકોટવાસીઓ સલામત રહે તે માટેની જવાબદારી તંત્રવાહકોની છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application