ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશનના તગડી, ભાવનગર ખાતે આવેલ એલ.પી.જી. સ્ટોરેજ માટેના હોર્ટોન સ્ફીયરના અનલોડિંગ લાઈનમાં આવેલ રીમોટ ઓપરેટેડ વાલ્વના ફ્લેંજ જોઈન્ટમાથી ગેસ લીકેજ થતા તેના મેઈટેનન્સની કામગીરી દરમ્યાન સ્પાર્ક થતા આગ લાગવાનો બનાવ બનેલો હતો. આવી પરિસ્થિતિને ધ્યાને રાખી એક મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર આર.કે. મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
મોકડ્રીલની વાત કરીએ તો વાલ્વમાં લાગેલી આગ આગ કાબૂ બહાર જતા જીલ્લા વહીવટી તંત્રને આ બાબતે જાણ કરાતા ક્લેકટર આર. કે. મહેતાની સૂચના મુજબ ડીસ્ટ્રીકટ ક્રાઇસિસ ગ્રુપને એલર્ટ કરાયું હતું અને તેઓશ્રીએ પણ ઘટનાસ્થળ પર પહોચીને કન્ટ્રોલ રૂમનો ચાર્જ સંભાળી વિવિધ સરકારી વિભાગને કામગીરી કરવા સૂચના આપી હતી.
જે મુજબ દરેક સરકારી વિભાગે પોતાની કામગીરી બજાવેલી અને જી.એમ.ડી.સી અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ટેન્ડરે સ્થળ પહોચી આગ પર કાબૂ મેળવ્યો હતો ત્યારબાદ મદદનીશ નિયામક, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા ગેસ ડિટેકટરની મદદથી લોકેશન પર ગેસનું પ્રમાણ ચેક કરતા તે નહિવત આવતા કલેકટરશ્રી દ્વારા સાઈટ વિઝીટ કરીને ઓલ ક્લીયરનું સિગ્નલ આપતા આ ડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
આ મોકડ્રીલ દરમિયાન દુર્ઘટના સ્થળ પર ફાયર વિભાગ, પોલીસ વિભાગ, ડીઝાસ્ટર વિભાગ, મામલતદારશ્રી અને મેડીકલ વિભાગ હાજર રહ્યા હતા. તદુપરાંત જીલ્લાના વિવિધ ઔધોગિક એક્મોમાંથી સેફટી એક્ષપર્ટને ઓબ્ઝર્વર તરીકે કામગીરી સોંપવામાં આવી હતી. ફેકટરીના કોન્ફરન્સ રૂમમાં ક્લેકટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષ સ્થાને ડીબ્રીફિંગ મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતુ, જેમાં પ્રાંત અધિકારીશ્રી હિતેશ ઝણકાટ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર એમ. એ. મેણાત, એ.બી ડોબરીયા, એસ.જી. પટેલ અને એન.એલ.કડ, ભાવનગર, સીનીયર મેનેજર આઈ.ઓ.સી.એલ. નીતિન પાંડે અને તેમની ટીમ અને વિવિધ ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ડીબ્રીફિંગ સેશનમાં આ ડ્રીલની વિગતવાર ચર્ચા કરી વિવિધ પાસાઓની ચર્ચા કરવામાં હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech