550 લીટર દેશી દારૂ લઈ જઈ રહેલા સગીરે પોલીસની કારને ટક્કર મારી

  • July 30, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેરના જોધપર ગામેથી ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલ બે કાર સાથે ત્રણ શખસોને રૂા.૧૨.૨૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ અંગેની વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્રારા વાંકાનેરના કોઠી ગામ નજીકથી દેશી દારૂ ભરે કારનું પાયલોટીંગ કરતી એક બ્રેઝા કાર સાથે બે શખસોને ઝડપી પાડી પાછળ દેશી દારૂ ભરેલી આવતી હત્પન્ડાઈ એકસેન્ટ કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે પોતાની કાર ફત્પલ સ્પીડમાં ચલાવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી જોધપર ગામમાંથી પોલીસે કારને રોકી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.
જયારે બ્રેઝા કાર પાછળ આવતી હત્પન્ડાઈ કાર નં.જીજે૦૩ કેપી ૦૯૫૯ને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે ફત્પલ સ્પીડમાં કાર ચલાવી નાસી જવાનો પ્રયાસ કરતા કારને જોધપર ગામ તરફ ચલાવી મુકતા પોલીસે ખાનગી ગાડીમાં ફિલ્મી ઢબે કારનો પીછો કરી જોધપર ગામ ખાતે પહોંચતા કાર ચાલકે પોતાની કાર પોલીસની કાર સાથે અથડાવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસે કારને કોર્ડન કરી કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને ૫૫૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જયારે કારમાં સવાર અન્ય આરોપી કિશન ભીખુરામ વાઘાણી રહે. રાજકોટ અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. જેથી પોલીસે આ બનાવમાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા બે અન્ય આરોપી સહિત ત્રણેય ઈસમોને દેશી દારૂનો જથ્થો, બે કાર તથા ચાર મોબાઈલ સહિત કુલ રૂા.૧૨.૨૪ લાખનો મુદ્દામાલ જ કરી ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
બનાવની પ્રા વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હોય કે, વાંકાનેરના કોઠી ગામ નજીકથી દેશી દારૂનો જથ્થો ભરી બે કાર પસાર થવાની હોય જેના આધારે પોલીસે કોઠી ગામ નજીક વોચ ગોઠવતા દેશી દારૂ ભરેલ કાર માટે પાયલોટીંગ રેકી કરતી એક બ્રેઝા કાર નં.જીજે૩૬એજે ૯૪૨૧ને રોકી આરોપી અજય જાદવભાઈ મેર ઉ.વ.૨૩ રહે. નાળીયેરી, તા. ચોટીલા અને હર્ષદ અનકભાઈ ધાધલ ઉ.વ.૩૪ રહે. જાનીવડલા તા. ચોટીલાને ઝડપી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application