દેડકદડમાં રહેતી પરપ્રાંતિય શ્રમિક યુવતીનો ઝેરી દવા પી લઈ આપઘાત

  • September 16, 2023 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૃતકનો પતિ ખેતી કામ કરવા માટે દબાણ કરતો હોવાથી સારું નહીં લાગતાં ઝેર પી લઇ મોતની સોડ તાણી


જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના દેડકદડ ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની પરપ્રાંતિય શ્રમિક યુવતીએ પોતાની વાડીમાં જંતુનાશક દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે.


પતિ ખેતી કામ કરવા માટે દબાણ કરતો હોવાથી મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે ધ્રોળ પોલીસ તપાસ ચલાવે છે.


આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના દેડકદડ ગામના ખેડૂત વિમલભાઈ લાધાભાઈ પાદરીયા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્ય પ્રદેશના અલિરાજ જિલ્લાની વતની રસીલાબેન મુકેશભાઈ પસાયા નામની ૨૧ વર્ષની આદિવાસી પરણીતાએ પોતાની વાડીમાં જંતુનાશક દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સૌ પ્રથમ પડધરીની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા પછી સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પતિ મુકેશએ પોલીસ ને જાણ કરતાં ધ્રોળ પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application