પિતાની સારવાર માટે ભાઈએ માવતરે પૈસા મંગાવતાં ના પાડવાથી ભાઈ નારાજ થયો હોવાના કારણે પોતે ગળાફાંસા દ્વારા જીવ દીધો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બેરાજા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની ભાવિશાબેન કલાભાઈ બારીયા નામની ૧૯ વર્ષની યુવતી હે ગઈકાલે પોતાની વાડીમાં લીમડાના ઝાડની ડાળીમાં ચુંદડી બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના પતિ મુકેશભાઈ નેહડાએ પોલીસને જાણ કરતાં જોડિયા પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ભાવિશાબેન ના પિતા કે જેઓને વતનમાં સારવારની જરૂરિયાત હોવાથી તેના ભાઈ અરવિંદભાઈએ શિષ્યવૃત્તિના જમાં થયેલા પૈસા માંગ્યા હતા. તે પૈસા પોતે પહોંચાડી શકે તેમ ન હોવાથી પોતાના ભાઈને પૈસા આપવાની ના પાડતાં તેનો ભાઈ નારાજ થયો હતો, અને પછી માવતરે આવતી નહીં, તેમ કહી સબંધ કાપી નાખતાં તેણીને મનમાં લાગી આવ્યું હતું, અને ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. જે મામલે જોડિયા પોલીસ વધુ તપાસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના મીઠોઈ ગામે ખેડૂતો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ
January 13, 2025 12:06 PMકરણ જોહરનો લાઈફ પાર્ટનર વ્યક્તિ નહી એપ છે
January 13, 2025 11:51 AM49 વર્ષની અમિષાનું 18 વર્ષ નાના નિર્વાણ બિરલા સાથે અફેર
January 13, 2025 11:48 AMજામનગર શહેરમાં પતંગ મહોત્સવને લઈને ટ્રાફિક શાખા દ્વારા વિશેષ કાર્યવાહી
January 13, 2025 11:47 AMશાહરૂખે આલિયા સાથે હોરર-કોમેડી ફિલ્મ 'ચામુંડા' કરવાની ના પાડી દીધી
January 13, 2025 11:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech