BREAKING NEWS

બગસરામાં દુકાનમાં કામ કરતા આધેડનું શોક લાગતા મૃત્યુ થયું

  • May 26, 2026 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરા શહેરના જેતપુર રોડ પર શ્રીજી ટાયર સેન્ટરમાં કામ કરતા એક આધેડનું વીજ શોક લાગતા મુત્યુ નીપયું હતું. આ વ્યકિત શ્રીજી ટાયર નામની દુકાનમાં ટાયરનું રિમોટનુ કામ કરતા હતા એ સમયે અચાનક ઈલેકટ્રીક શોટ લાગ્યો હતો.ઇલેકટ્રીક શોર્ટ લાગતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખેંચવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.ત્યાર બાદમાં મૃતક નરેન્દ્રસિંહ મુળુભાઈ સરવૈયા ઉંમર વર્ષ ૪૦ની બોડીને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઇલેકટ્રીક શોર્ટ વાગ્યાની જાણ બગસરા  પીજીવીસીએલની ટીમને થતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.શ્રીજી ટાયર સેન્ટર નામના કારખાનામાં પહોંચી તપાસ શ કરવામાં આવી હતી.આ ઘટનાની જાણ લોકોમાં થતા જ હોસ્પિટલ ખાતે લોકો પણ દોડી આવ્યા હતા.જયારે મુતકના પરિવારની સ્થિતિ ખુબ નબળી હતી જેથી ખાનગી દુકાનમાં કામ કરતા હતા જયારે તેના પરિવારમાં બે પુત્રો છે એકની ઉંમર ૧૫ જયારે બીજાની ૮ વર્ષ છે. મૃતક પોતે કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application