સેતાલુસ પાસે બાઈક સ્લીપ થતા આધેડનો ભોગ લેવાયો

  • March 21, 2024 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક આધેડ પોતાનું મોટરસાયકલ લઈને લાલપુર પંથકમાંથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન સેતાલુશ પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮માં રહેતા વસંતભાઈ ધરમશીભાઈ કણજારીયા (ઉ.વ.૫૧) નામના આધેડ ગત ૧૮ના પોતાનું મોટરસાયકલ લઈને લાલપુર તાલુકાના સેતાલુસ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન તેઓનું બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. જેથી તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ગઈકાલે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ મુળ આમરા ગામના હાલ કૃષ્ણ કોલોનીમાં રહેતા બેચરભાઈ ધરમશીભાઈ કણજારીયાએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે જી.જી. હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News