રાજકોટ શહેરની મધ્યમાં એટલેકે હોસ્પિટલ ચોકની નજીક પથ્થરના ઘા ઝીંકીને આધેડની હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત અનુસાર શહેરની સિવિલ હોસ્પિટલ નજીક આધેડની હત્યા કરવામાં આવી છે. બે શખ્સોએ આધેડને માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકીને હત્યા નિપજાવી છે. ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર.ટંડેલ સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચ્યો ઘટના સ્થળે પહોચી તપાસ શરૂ કરી હતી. આ બાબતે ઓવરબ્રિજનું કામ શરૂ છે તે મજુરોની પુછપરછ કરવામાં આવી રહી છે અને ઘટના સ્થલે રહેલા કેમેરા પણ ચેક કર્યા હતા.
તપાસ દરમિયાન મરણ જનારનું નામ કાળુ પાલા પરમાર ઉંમર વર્ષ 50 મૂળ રહેવાસી પીપરડી આલાખાચરની તાલુકો વિછીયાનો હતો. બનાવ બન્યા બાદ પોલીસઆ કામે ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધેલ છે જેમને પૂછપરછ હાલ ચાલુ માં છે. આરોપીઓના નામ અમિત ભગવાન જેઠવા ઉ.વ. 36 રહેવાસી દેવપરા શાક માર્કેટ પાસે તેમજ મયુરસિંહ સહદેવસિંહ ગોહિલ ઉ.વ.34 રહે ત્રાપજ તાલુકો તળાજા જીલ્લો ભાવનગર હાલ માધાપર ચોકડી પાસે રહે છે. આરોપીઓને આઇવે પ્રોજેક્ટ અને ઈગુજકોપની મદદ વડે ગણતરીના કલાકોમાં પકડી પાડેલ છે. પ્રાથમિક પૂછપરછમાં મરણ જનાર અને આરોપીઓ વચ્ચે કોઈ કારણસર પહેલા ગાળાગાળી થયેલ ત્યારબાદ ખૂનનો બનાવ બનેલ છે તેવું જાણવા મળેલ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છેેે.
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230