ગોંડલમાં મજાકમાં આપેલી ગાળોનો ખાર રાખી આધેડ પર હુમલો કર્યો
ગોંડલમાં મજાકમાં આપેલી ગાળોનો ખાર રાખી આધેડ પર હુમલો કર્યો
May 22, 2026 09:39 AM
ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં સામાન્ય મજાક–મશ્કરીમાં બોલાયેલા શબ્દો બાબતે એક આધેડ પર લાકડી વડે હત્પમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ઈજાગ્રસ્ત આધેડે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે પોતાના જ વિસ્તારમાં રહેતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.ગોંડલના સ્ટેશન પ્લોટ, ગુદ્રારા પાસે રહેતા ૫૦ વર્ષીય મજૂર ગોપાલભાઈ મેરાણ પર તેમના જ પાડોશમાં રહેતા કેતન ઉર્ફે બાબન ઝાલા અને હાર્દિક સોઢાએ હત્પમલો કર્યેા હતો. ગત ૧૪ મે ની રાત્રે આ ત્રણેય વ્યકિતઓ સાથે ચા પીવા ગયા હતા. પરત ફર્યા બાદ, અઠવાડિયા પહેલા ગોપાલભાઈએ મજાકમાં આપેલી ગાળોનો ખાર રાખીને કેતને ઝઘડો શ કર્યેા હતો ગોપાલભાઈએ 'તું ભાણેજ જેવો છે એટલે મજાક કરી હતી' તેવી સ્પષ્ટ્રતા કરવા છતાં, ઉશ્કેરાયેલા કેતન અને હાર્દિકે તેમને લાકડી તેમજ ઢીકા–પાટુનો માર માર્યેા હતો. હત્પમલાખોરોએ જતા–જતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગોંડલ બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો તેમજ જી.પી. એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ ચાવડા ચલાવી રહ્યા છે..