અમદાવાદ હાર્ટસર્જરી કરવા ગયેલા પોરબંદરના આધેડને ત્‌યાં ઘરફોડી

  • June 09, 2021 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

જાણભેદુ તસ્કરે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરી 1 લાખના દાગીના અને 30 હજારની રોકડની કરી ઉઠાંતરી

પોરબંદરના એક આધેડ તેમના પરિવારના સભ્યો સાથે અમદાવાદ ખાતે ઓપન હાર્ટ સર્જરી કરાવવા ગયા હતા એ દરમિયાન અજાણ્યા છતાં જાણભેદુ તસ્કરે ડુપ્લીકેટ ચાવીથી તાળુ ખોલી આ ઘરમાં ઘુસીને 1 લાખના દાગીના અને 30 હજારની રોકડની ઉઠાંતરી કરી લેતા ગુન્હો દાખલ થયો છે.
પોરબંદરના સુતારવાડામાં વાઢેર નિવાસ નજીક કે.કે. એસટીડી પીસીઓ પાસે રહેતા અને બોઇલર રીપેરીંગનો કોન્ટ્રાકટર તરીકે કામ કરતા કમલેશકુમાર પ્રેમશંકર પંડયાએ એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે અલગ-અલગ કંપનીઓમાં બોઇલર રીપેરીંગનો કોન્ટ્રાકટ રાખીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. 9/3/ર1ના ઓપન હાર્ટસર્જરી કરાવવા માટે અમદાવાદની હોસ્પિટલમાં જવાનું હતું તેથી 30,000 પિયાની રોકડ અને દાગીના કબાટના અંદરના લોકરમાં રાખી અમદાવાદ ગયા હતા અને તા. રર/3ના તેમની હાર્ટસર્જરી થયા બાદ તેઓ તા. 18/પ સુધી હોસ્પિટલમાં જ રોકાયા હતા. તેમના પત્ની લલીતાબેન અને દિકરી દેવાંગી સાથે અમદાવાદ ગયા હતા અને ફરીવખતહોસ્પિટલે બતાવવાનું હોવાથી ગાંધીનગર ભત્રીજી મનીશાબેન રાવલને ત્યાં રોકાયા હતા અને સારવાર પુરી થઇ જતાં તા. રપ/પના તેઓ પોરબંદર આવ્યા હતા. પરંતુ ત્યારબાદ પૈસાની જર નહીં હોવાથી કબાટનું લોકર ખોલ્યું ન હતું પરંતુ ગઇકાલે તેઓને બજારમાં ખરીદી માટે જવાનું હોવાથી લોકર ખોલતા દાગીના અને રોકડ રાખેલું પર્સ જોવા મળ્યું ન હતું આથી પત્ની અને પુત્રીને વાત કરી હતી પરંતુ કયાંયથી પર્સ નહીં મળતા પડોશીઓને વાત કરી હતી. ત્યારબાદ તેઓ કીર્તિમંદિર પોલીસ સ્ટેશને બ ફરિયાદ લખાવવા ગયા હતા જેમાં એવું જણાવ્‌યું છે કે, સોનાની બુટી સહિતનો સવાતોલા વજનનો પેન્ડલસેટ-1, અલગ-અલગ ડીઝાઇનની અડધા તોલાની સોનાની ચાર વિંટી, અઢીગ્રામની સોનાની કાનમાંપહેરવાની સર ની એક જોડી, કાનની બુટી પેચ સહિત 1 જોડી 1 ગ્રામની તથા નાકમાં પહેરવાના પ00 મીલીગ્રામના સોનાના 3 દાણા સહિત અંદાજે સવા બે તોલા સોનાના દાગીના કે જેની 1 લાખ િ5યા કીંમત આંકવામાં આવે છે તે ઉપરાંત પર્સમાં રાખેલ રોકડ 30,000 િ5યા સહિત 1 લાખ 30 હજારનો મુદ્દામાલ કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવીથી તાળુ ખોલી કબાટના લોકરનું તાળુ પણ ડુપ્લીકેટ ચાવીથી ખોલી લઇ ગયાનો ગુન્હો દાખલ કરાવતા આગળની તપાસ કીર્તિમંદિર પોલીસે હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS