પાલીતાણાના ઘેટી ગામના વતની અને હાલ સુરતમાં રહેતા આધેડને શખ્સ દ્વારા મોબાઈલમાં ધમકી આપ્યાની ફરિયાદ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધવાઈ હતી.
પાલીતાણા તાલુકાના ઘેટી ગામના વતની અને હાલ સુરતના વરાછા વિસ્તારમાં મકાન નંબર ૧૮, લક્ષ્મીપાર્ક, સીતારામ નગર ચોકડી, સુરતમાં રહેતા વજુભાઈ હરજીભાઈ શિયાળ(ઉ. વ. ૫૭)એ ઘેટી ગામનાજ રાકેશ વલ્લભભાઈ શિયાળ સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે હુ પાલીતાણા મારા કામ સબબ આવેલ તે દરમિયાન સાડા ચારેક વા ગ્યાના સુમારે મારો ભત્રીજો અનિલભાઇનો મારા મોબાઇલ ફોનમા ફોન આવેલ અને મને જણાવેલ કે મારા કાકા વલ્લભભાઈના દિકરા રાકેશના મોબાઇલ નંબર ૭૫૭૫૮૩૪૫૧૯ પરથી મારા મોબાઇલ નંબર ૮૩૨૦૧૫૦૨૨૭ પર ફોન આ વેલ અને મને કહેલ કે તારા કાકા વજુભાઇને કહિ દેજે કે જે મકાન બાબતની અરજી કરેલ છે જેમા મારી પત્નીનુ નામ કે મ લખાવેલ છે જેવુ કહી મને કહેલ કે અત્યારે હુ ફરાર થઈ ગયેલ છુ અને હુ સાંજના સાતેક વાગ્યે આવીશ અને બબાલ થાય તો તમે કોઇ વચ્ચે ના આવતા તેમ કહ્યા બાદ મે મારા ભત્રીજો અનિલભાઇને પાલીતા ણા મારી પાસે બોલાવેલ અને રાકેશના ફોન બાબતે પુછતા તેઓએ તેના મોબાઇલ ફોનમા રહેલ કોલ રેકોર્ડિંગ મને સંભળાવેલ જે રેકોર્ડિંગ મા મને મારા ભત્રીજા રાકેશે મારા વિશે ભુંડા બોલી ગાળો બોલેલ અને મને મોબાઇલ ફોન ઉપર જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. વજુભાઈએ નોંધાવેલી ફરિયાદના પગલે પાલીતાણા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech