એસ્ટ્રોન ચોકમાં ચાલુ કારે કારખાનેદાર આધેડ અને વૃધ્ધ, પ્રૌઢાના હાર્ટએટેકથી મોત

  • January 20, 2024 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં હાર્ટએટેક અને આપઘાતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે જે ખુબ ચિંતા કારક છે. ગઈકાલે એસ્ટ્રોન ચોકમાં ચાલુ કારમાં હાર્ટએટેક આવી જતા આધેડનું અને આજે સવારે સોમનાથ સોસાયટીમાં રહેતા પ્રૌઢાને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા બેભાન હાલતમાં મોત નીપયું હતું.

મળતી વિગત મુજબ શહેરના નવા થોરાળા ખીજડાવાળા મેઈન રોડ પર રહેતા કારખાનેદાર મનુભાઈ હીરજીભાઈ પરમાર (ઉ.વ.૫૫)નામના આધેડ ગત સાંજે પોતાની કાર લઈને એસ્ટ્રોન ચોક પાસેથી પસાર છાતીમાં દુખાવો થતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર એંગલ સાથે અથડાઈ ઉભી રહી ગઈ હતી.  તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ જીવ બચી શકયો ન હતો. બનાવની જાણ પરિવારજનો ને કરવામાં આવતા સ્વજનો દોડી આવ્યા હતા અને આધેડનો નિષ્પ્રાણ દેહ જોઈ ઘેરો કલ્પાંત સર્જાયો હતો.
મૃતકને આજીવસાહતના રામનગરમાં પ્લાસ્ટિકનું કારખાનું છે અને પોતે પાંચ ભાઈ બે બહેનમાં વચેટ હતા. સંતાનમાં દીકરો દીકરી છે. આધેડ ઘણા સમયથી લોહી પતલુ કરવાની દવા લેતા હતા. બનાવના પગલે એડિવિઝન પોલીસે જરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં આજીડેમ ચોકડી પાસે આવેલી કેકેવી હોટેલ પાછળ સોમનાથ શેરી નં–૧માં રહેતા સુરજબેન અમરશીભાઇ મકવાણા (ઉ.વ.૫૮) નામના પ્રોઢા સવારે સદા સાતેક વાગ્યાના અરસામાં ઘરે બેઠા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો: ઉપડતા બેભાન થી ઢળી પડા હતા. તાકીદે સિવિલ હોસ્પિટલે ખસેડતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. મૃતકના પતિ મહાપાલિકામાં સિકયોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. અને સંતાનમાં એક દીકરો દીકરી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.

હૃદય રોગના હત્પમલાના અન્ય એક બનાવમાં રણછોડનગર વિસ્તારમાં રહેતા કાનજી લાલજી પાટડિયા (ઉ.વ ૬૦) આજરોજ બપોરના સમયે ઘરે રસોઈ બનાવતા સમયે અચાનક ઢળી પડા હતા.જેની જાણ થતા બાજુમાં રહેતા તેમના મોટાભાઈ દોડી આવ્યા હતા. પરિવાર દ્રાર સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા અહીં ફરજ પરના તબીબી જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવની અંગેની જાણ હોસ્પીટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને કરી હતી. મૃતદેહને પી. એમ માટે ખસેડી પોલીસે જરી કાર્યવાહી હાથ ધરી હતી. કાનજીભાઇ એકલવાયું જીવન જીવતા હતા હતા અને કારખાનાંમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News