રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સામાન્ય નાગરિકોના ફરવા ફરવાના સ્થળ એવા પ્રધુમન પાર્ક ઝૂ, રામ વન સહિતના સ્થળો તેમજ રમતગમતના સંકુલો જેમાં સ્વિમિંગ પૂલ, એથ્લેટિક ટ્રેક, જિમ સહિતની ફીના દરમાં વધારો કરીને બમણાથી પાંચ ગણી કરવા કમિશનર દ્રારા દરખાસ્ત કરવામાં આવી છે. આગામી તા.૯ને સોમવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગના એજન્ડામાં આ દરખાસ્ત રજૂ કરાય છે ત્યારે હવે ભાજપના શાસકો આ દરખાસ્ત મંજૂર કરશે કે કેમ? તેના ઉપર લાખો શહેરીજનોની મીટ મંડાઇ છે. જો આ દરખાસ્ત મૂળ સ્વપે જ મંજૂર થશે તો હવે રાજકોટમાં સામાન્ય નાગરિકો અને ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારોને હરવા ફરવાના સ્થળોએ જવાનું તેમજ બાળકો અને યુવાનોને રમતગમતના સંકુલોની મેમ્બરશીપ મેળવવાનું વર્તમાન દરની સરખામણીએ ડબલથી પાંચ ગણું મોંઘું પડશે.
મ્યુનિ.સિન્થેટિક એથ્લેટિક ટ્રેકની ફીમાં અઢી ગણો વધારો સુચવ્યો
સભ્યપદ પ્રકારહાલની ફીસુચવેલો વધારો
માસિક૨૦૦૫૦૦
ત્રિ માસિક૬૦૦૧૪૦૦
છ માસિક૧૨૦૦૨૫૦૦
વાર્ષિક૨૦૦૦૪૫૦૦
સંસ્થાને ભાડે આપવાનો દર.૨૦૦૦૫૦૦
રામવનમાં એક વર્ષ એન્ટ્રી ફી વસૂલી લીધી પછી હવે દર મંજૂર કરવા દરખાસ્ત આવી
ત્રણ વર્ષ સુધીના બાળકો નિ:શુલ્ક પ્રવેશ
૩ થી ૧૨ વર્ષના બાળકોરૂા.૧૦
૧૨ વર્ષથી વધુ વય વ્યકિતરૂા.૨૦
વિધાર્થી સમૂહ પ્રવાસરૂા.૦૫ પ્રતિ વિધાર્થી દીઠ
એમેચ્યોર સ્ટીલ કેમેરા ફીરૂા.૨૦
એમચ્યોર સ્ટીલ વીડિયો ફીરૂા.૧૦૦
પ્રોફેશનલ વીડિયો કેમેરા ફીરૂા.૨૦૦૦
પરદેશી મુલાકાતી ફીરૂા.૫૦
બેટરી કાર ૧ કલાકની ફીરૂા.૩૫૦
પ્રધુમન પાર્ક ઝૂમાં પ્રવેશ ફી સહિતના તમામ દર બમણાથી પાંચ ગણા કરવા દરખાસ્ત
પ્રવેશ દરની વિગતહાલના દરનવા સૂચવેલા દર
ત્રણ વર્ષથી નીચેના બાળકો–નિ:શુલ્ક નિ:શુલ્ક
ત્રણથી ૧૨ વર્ષના બાળકો૧૦૨૦
૧૨ વર્ષથી મોટી ઉંમરના૨૫૩૫
સિનિયર સીટીઝન૧૦૨૦
દિવ્યાંગ૨૫૦૦
પરદેશી વ્યકિત૨૫
મ્યુનિ.સ્વિમિંગ પુલની ફીમાં અઢી ગણો વધારો સુચવ્યો
સભ્યપદ પ્રકારહાલની ફીસુચવેલી ફી
જાણકારની વાર્ષિક ફી૧૦૭૦૨૭૦૦
શિખાઉની વાર્ષિક ફી૧૨૭૦૨૭૦૦
જાણકાર ત્રિમાસિક ફી૪૭૦૯૦૦
શિખાઉ ત્રિમાસિક૬૭૦૧૨૦
ઝૂમાં ફોટોગ્રાફીની ફીમાં પાંચ ગણો વધારો
દરની વિગતહાલના દરનવા સૂચવેલા દર
એમેચ્યોર સ્ટીલ કેમેરા૨૦૧૦૦
એમેચ્યોર વીડિયો કેમેરા૧૦૦૫૦૦
પ્રોફેશનલ સ્ટીલ કેમેરા૧૦૦૫૦૦
પ્રોફેશનલ વીડિયો કેમેરા૨૦૦૦૪૦૦
ઝૂની બેટરી સંચાલિત કારની ફીમાં બમણો વધારો
બેટરી કારની વિગતહાલના દરસૂચવેલા દર
ત્રણ વર્ષથી નીચેના બાળકોનિ:શુલ્ક નિ:શુલ્ક
ત્રણ થી ૧૨ વર્ષના બાળકો૧૦૨૦
૧૨ વર્ષથી મોટી ઉંમરની વ્યકિત૨૦૪૦
સ્પેશ્યલ બેટરી કાર સફારી૩૫૦૫૦૦
૩થી ૧૨ વર્ષના બાળકો માટે એકસટ્રા૩૦૫૦
૧૨ વર્ષથી વધુ વયના વ્યકિત માટે એકસટ્રા૬૦
મ્યુનિ.જિમની ફી પાંચ ગણી કરવા સુચવ્યું
સભ્યપદનો પ્રકારહાલની ફીસુચવેલી ફી
માસિક૫૦૩૦૦
ત્રિ માસિક૧૫૦૯૦૦
છ માસિક૩૦૦૧૬૦૦
વાર્ષિક૬૦૦૩૦૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech