ભાણવડ તાલુકાના આહિર સમાજના કુટુંબોને વીમા કવચથી આવરી લેવા અંગે બેઠક યોજાઈ

  • May 26, 2021 01:47 PM 

ભાણવડ તાલુકા આહિર સમાજ ખાતે તા.24ના રોજ સમાજના આગેવાનોની બેઠક મળી હતી જેમાં તાલુકા-શહેરમાં વસતા કુટુંબના તમામ વ્યક્તિઓને વીમા કવચથી આવરી લેવા અને લાલની સ્થિતિમાં કુટુંબના મુખ્ય વ્યક્તિનો ખાસ વીમા કવચથી આવરી લેવા અગ્રહ કરવામાં આવેલ. આ અંગે વી.એચ. કનારા, ખીમાભાઈ જોગલ, મેરામણભાઈ ભાટુએ વિશેષ સમજૂતિ આપી હતી અને આ સમગ્ર આયોજન કરી વહેલી તકે આ અંગે કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં કે.ડી. કરમુર, ભરતભાઈ વારોતરિયા, આહિર સમાજના પ્રમુખ સાજણભાઈ રાવલિયા, હમીરભાઈ છૂછર, કરશનભાઈ ભેડા, માલદેભાઈ રાવલિયા, રામભાઈ કરમુર, રાહુલભાઈ કરમુર, નારણભાઈ રાવલિયા, ગોવિંદભાઈ કનારા તેમજ આહિર સોશિયલ ગ્રુપના સદસ્યો હાજર રહ્યાં હતાં.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS