એનસીસીના અભ્યાસ સંદર્ભે બેઠક યોજાઈ

  • May 12, 2021 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં 27 એનસીસી બટાલિયન ખાતે ઈલેક્ટિવ સબજેકટ (વૈકલ્પિક વિષય) તરીકે એનસીસીના અભ્યાસ અંગેની બેઠક યોજાઈ હતી જેમાં 27-એનસીસી બટાલિયન (જામનગર)ના કમાન્ડિંગ ઑફિસર કર્નલ મનોજ બક્ષીએ સંલગ્ન યુનિવર્સિટીઓમાં એનસીસીના વૈકલ્પિક વિષય તરીકે શઆત અંગે એએનઓ (એસોસિએટ એનસીસી ઑફિસર) સાથે ચચર્ઓિ કરી હતી. આ બેઠકમાં એએનઓ દ્વારા  વિદ્યાર્થીઓ પણ એનસીસીને વૈકલ્પિક વિષય તરીકે રાખવા ખૂબ જ તત્પર હોવાનું કમાન્ડિંગ ઑફિસરને જણાવવામાં આવ્યું હતું. કર્નલ મનોજ બક્ષીએ જણાવ્યું હતું કે, આ અગત્યની બાબતનો બહોળો પ્રચાર આવશ્યક છે, જેથી તમહત્તમ વિદ્યાર્થીઓ એનસીસીના કોર્ષનો લાભ લઈ શકે.

નૈશનલ ઍજ્યુકેશન પૉલીસી-2020માં એનસીસી ‘બી’ અને ‘સી’ સર્ટીફીકેટના અભ્યાસક્રમની પરેખા સીબીસીએસ (ચૉઈસ બેઈઝ્ડ ક્રેડિટ સિસ્ટમ) તરીકે તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને આજ સુધી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નક્કી કરાતા વિષયોમાત્રથી પસંદગીનો વિકલ્પ હતો જ્યારે આ નવું માળખું વિદ્યાર્થીઓને વિષય પસંદગીની નવી તક અપાશે.
આ અભ્યાસક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરતાં વિદ્યાર્થીઓને ક્રેડિટ પોઈન્ટ્સ આપવામાં આવશે, જે તેમને સંલગ્ન વિષયની ડીગ્રીની માન્યતા અપાશે તેમ એનસીસી ઑફિસર તોરલબેન ઝવેરીની યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)