પોરબંદરમાં ગ્રુપ ફોર બર્ડસ એન્ડ એનીમલ સંસ્થાનો વ્યાપ વધારવા બેઠક યોજાઇ

  • March 26, 2021 09:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદરમાં અનેક સંસ્થાઓ પ્રાણી-પક્ષીઓ માટે સેવાકાર્ય કરે છે જેમાં સૌથી નોખી-અનોખી સંસ્થા કે જે માત્ર વોટસએપ ગુ્રપના માધ્યમથી ચાલી રહી છે તે ગ્રુપ ફોર બર્ડ એન્ડ એનીમલના સભ્યોની પ્રથમ અગત્યની બેઠકનું આયોજન બોખીરાના મહેર સમાજ ખાતે કરવામાં આવ્‌યું હતું ત્યારે એવું જાહેર થયું હતું કે,  જેમ દરેક વોર્ડમાં સુધરાઇસભ્ય લોકસેવામાં હાજર રહે છે એમ દરેક વોર્ડમાં જીવદયા સભ્ય પશુઓની સેવામાં હાજર રહેશે અને તે માટે ગ્રુપના સભ્યોનો વ્યાપ વધારવામાં આવશે.
બોખીરામાં યોજાઇ બેઠક
પોરબંદરમાં ગ્રુપ ફોર બર્ડ એન્ડ એનીમલ નામના વોટસએપ ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 10 હજારથી વધુ જીવોને નવજીવન આપવામાં આવ્‌યું છે ગ્રુપના સ્થાપક ડો. નેહલબેન કારાવદરાના નેતૃત્વમાં યુવાનોએ અત્યાર સુધીમાં અસંખ્ય અઘરા ઓપરેશનો કરીને પશુઓના જીવ બચાવ્યા છે ત્યારે આ સંસ્થાની પ્રથમ ફેસ ટુ ફેસ બેઠકનું આયોજન કરવામાં આવ્‌યું હતું જેમાં બોખીરાના મહેર સમાજ ખાતે યોજાયેલી આ બેઠકમાં જુદા-જુદા મુદ્દાઓ ઉપર ખુબ મહત્વની ચચર્ઓિ થઇ હતી.
ગ્રુપનો વ્યાપ વધારવા આયોજન
પોરબંદરમાં આંગળી ચિંધનારા અસંખ્ય લોકો છે પરંતુ કામ કરનારા ખુબ ઓછા લોકો છે તેથી ગ્રુપ ફોર બર્ડ એન્ડ એનીમલનો વ્યાપ વધારવા આયોજન કરવામાં આવ્‌યું છે જેમાં ગ્રુપના સ્થાપક ડો. નેહલબેન કારાવદરાએ જણાવ્‌યું હતું કે, વધુને વધુ જીવદયાપ્રેમીઓને સાથે જોડવામાં આવે તો રેસ્કયુની કામગીરીને વધુ સારી રીતે કરી શકાય તેથી પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકાના દરેક વોર્ડમાં જે રીતે સુધરાઇસભ્યો કામ કરે છે એ જ રીતે શહેરના અલગ-અલગ વોર્ડ દીઠ જુદા-જુદા જીવદયાપ્રેમીઓને કામગીરી સોંપવામાં આવી હતી. ગ્રુપના સભ્યો પૈકી અમુક યુવાનોએ બે થી ત્રણ વોર્ડની જવાબદારી સામુહીક રીતે લીધી હતી તેવી જ રીતે ગ્રામ્યપંથકમાં પણ  જે રીતે તાલુકા અને જીલ્લા પંચાયતના સદસ્યો વિસ્તારવાઇઝ કામ કરે છે તેવી જ રીતે ગ્રામ્‌યપંથકના અલગ-અલગ વિસ્તારોમાં પણ ગ્રુપની કામગીરીનો વ્‌યાપ વધારવા માટે આગેવાનોએ જવાબદારી લીધી હતી અને તેથી છેવાડાના વિસ્તારોમાં પણ મુંગા પશુઓને મદદ મળી રહે તે માટે પ્રયત્નો વધુ માત્રામાં હાથ ધરવામાં આવશે તેવું નકકી થયું હતું.
સંસ્થાનું રજીસ્ટ્રેશન
છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી વોટસએપગ્રુપના માધ્યમથી કામ કરતી આ સંસ્થાનું વિધિવત ટ્રસ્ટ રજીસ્ટેશન થઇ ગયું છે તેથી જીવદયાની પ્રેમીઓને વધુ સારી રીતે વેગવંતી બનાવી શકશે તેવું જાહેર થયું હતું.
પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા સતર્કતા 
ગ્રુપના સ્થાપક ડો. નેહલબેન કારાવદરા અને ઉર્વશીબેન ધામી સહિત વરીષ્ઠ સભ્ય ભીમભાઇ રાતિયા અને ડો. નિતિન પોપટ તેમજ મુળુભાઇ ગોરાણીયા અને રમેશભાઇ ઓડેદરા , કીશોરભાઇ સહિત યુવા સભ્ય રાજુભાઇ સરમા, હીતેશભાઇ જાડેજા વગેરેએ જણાવ્‌યું હતું કે, મુંગા પશુઓની હેરાફેરી ગ્રામ્યપંથકમાં થઇ રહી છે ત્યારે તેમાં કતલખાને લઇ જવાતા પશુઓની આશંકા પણ વ્યકત થઇ રહી છે અને અનેક વખત ગ્રુપના સભ્યોએ વોચ ગોઠવીને આવા શખ્સોને પોલીસને હવાલે પણ કયર્િ છે ત્યારે દરેક પોલીસ સ્ટેશનોમાં પણ સંપર્ક સાધીને કયાંય આવી પ્રવૃતિ થતી હોય તો તાતકાલીક જાણ કરવા હાકલ કરવામાં આવી હતી. પોરબંદર પોલીસ કંટ્રોલમના ફોન નં. રર409રર અને 100 તથા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના ફોન નં. રર40944, કમલાબાગ પોલીસ સ્ટેશનના ફોન નં. રર4094પ, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ફોન નં. રરર0946 બગવદર પોલીસ સ્ટેશનના ફોન નં. રર754ર6, માધવપુર પોલીસ સ્ટેશનના ફોન નં. રર7ર444, રાણાવાવ પોલીસ સ્ટેશનના ફોન નં. 0ર801-ર30636 તથા કુતિયાણા પોલીસ સ્ટેશનના ફોન નં. 02804-261222 સહિત ના ફોન ઉપર જાણ કરી શકાય છે તેમ જણાવાયું હતું.
પ્લાસ્ટીકનું પ્રદુષણ ઘટાડવું જરી
ગ્રુપ ફોર બર્ડ એન્ડ એનીમલના સભ્યોએ આ બેઠકમાં ચિંતા સેવીને જણાવ્‌યું હતું કે, પ્લાસ્ટીકનુઁ પ્રદુષણ ઘટાડવુઁ ખુબ જ જરી છે અને તેના માટે ભરપુર પ્રયત્નો વધુ કરવા પડશે. નગરપાલિકાનું તંત્ર પણ આ મુદ્દે વધુ ગંભીર બને તે જરી છે. શહેરમાં અનેક રસ્તે રઝળતા પશુઓ જયારે મોતને ભેટે છે ત્યારે તેમના પેટમાંથી પ થી 8 કીલો પ્લાસ્ટીક નિકળે છે તેથી ઝભલા થેલીનું પ્રમાણ ઘટાડવું જરી બની જાય છે. 
કાબર્ઇિડ સામે આગોત આયોજન કરો
પોરબંદરમાં ઉનાળામાં કેરીની સીઝન શ થાય ત્યારે કાબર્ઇિડ દ્વારા કેરી પકવાતી હોવાની અઢળક ફરિયાદો મળે છે તેથી ગૌધન અને શ્ર્વાન સહિત જીવોને મોટું નુકશાન થાય છે તેથી કાબર્ઇિડ થી કેરી પકવવામાં આવતી હોય તેવા ગોડાઉન ઉપર જનતા રેડ સહિતની કામગીરી કરવામાં આવે તો તેના માટે ગ્રુપના સભ્યો એકટીવ રહેશે અને નગરપાલિકાનું તંત્ર પણ એ મુદ્દે ખાસ દરકાર લે તે જરી છે તેવો મત વ્યકત થયો હતો.
રેસ્કયુઅરની ટીમ
આ બેઠકમાં રેસ્કયુઅરની ટીમ પણ બનાવવામાં આવી હતી જેમાં યુવતિઓ પણ જોડાઇ હતી અને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શ્ર્વાન સહિત ગૌધન વગરેેને પ્રાથમિક સારવાર કઇ રીતે આપવી? તે અંગે પણ સમજ અપાઇ હતી. તેમજ નવા રેસ્કયુઅરો તેમાં જોડાઇને કાંઇક નવું શીખે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. 
અત્યાર સુધીમાં દસ હજારથી વધુ જીવોને નવજીવન 
અત્યાર સુધીમાં આ ગૃપ દ્વારા અત્‌યાર સુધીમાં પોરબંદર જીલ્લો અને તેને અડીને આવેલા અન્ય જીલ્લાઓમાં જઇને દસ હજારથી વધુ મુંગા જીવોને સ્વસ્થ કરીને તેમના આર્શીવાદ મેળવ્યા છે. દરરોજ સરેરાશ ર0 થી રપ પશુ-પક્ષી અને અન્‌ય જીવોને સારવાર આપવામાં આવે છે. તેમાં 196ર વાન, પશુ તબીબો સહિત અન્‌ય જીવદયા પ્રેમીનો સહયોગ મળે છે. અનેક જીવો જીંદગીની અંતિમ ક્ષણો હોય તેમ તરફડીયા મારતા હોય ત્‌યારે તેમને આ ગ્રુપ દ્વારા સમયસરની તાત્કાલીક સારવાર આપીને નવું જીવન અપાયાના અસંખ્ય દાખલાઓ બન્યા છે ત્યારે વધુ વેગવંતી કામગીરી આગળ ધપાવાશે તેવું જણાવાયું હતું.
આમ, પોરબંદરમાં ગ્રુપ ફોર બર્ડ એન્ડ એનીમલની અગત્યની બેઠક યોજાતા જુદા-જુદા મુદ્દે ચચર્ઓિ કરવામાં આવી હતી અને જીવદયાની કામગીરીને વધુ આગળ લઇ જવાશે તેવો કોલ અપાયો હતો.
મુંગા જીવો પ્રત્‌યે લાગણી ધરાવનારાઓને જોડાવવા અપીલ
પોરબંદર શહેર અને જીલ્લાના એવા લોકો કે જેને મુંગા જીવો પ્રત્યે દયા અને લાગણી હોય અને આ જીવોને જીવવાનો હક અને ન્યાય અપાવવા અમારી સાથે જોડાઇ શકે તેમ હોય એવા લોકો મો.નં. 98259 19191 ઉપર સંપર્ક સાધે તેવી અપીલ થઇ છે. 
લોકોને રેઢીયાળ ઢોરનો ત્રાસ લાગે છે પરંતુ સાચા ત્રાસવાદી કોણ?
પોરબંદર શહેરમાં અમુક લોકોને રેઢીયાળ ઢોરનો ત્રાસ લાગે છે પરંતુ સાચા ત્રાસવાદી અને રેઢીયાળ કોણ છે ? તેવો સવાલ આ બેઠકમાં ઉઠાવાયો હતો અને મુંગા પશુઓને રસ્તે રઝળતા કરનારા તેના માલીકો જ રેઢીયાળ છે અને અવાર-નવાર દુધ દોહી લીધા પછી ગૌમાતાઓને એઠવાડ ખાવા માટે રોડ ઉપર ધકેલી દે છે ત્યારે તે અંગે પણ ટકોર કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS