ખંભાળિયામાં “યુવા શક્તિ દિન” અન્વયે જિલ્લા કલેક્ટરના અઘ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

  • July 26, 2021 11:03 AM 

     ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદ્દન ખાતેના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાના અધ્યક્ષસ્થાને રાજ્ય સરકારના પાંચ વર્ષ અન્વયે 6 ઓગસ્ટના રોજ યુવા શક્તિ દિનની ઉજવણી અન્વયે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ચાર્જ જિલ્લા રોજગાર નિયામકની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી આ બેઠકમાં યુવા શક્તિ દિનની ઉજવણી અન્વયે જિલ્લામાં ઓનલાઈન ભરતીમેળા દ્વારા યુવાનોની પસંદગી કરવી અને જિલ્લાકક્ષાએ ઉચ્ચ પદાધિકારીઓ, મહાનુભાવોની હાજરીમાં પ્રતીકાત્મક રોજગાર પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાનાર છે.

    આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ ઉપસ્થિત અધિકારી્રીઓને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ વિભાગ હેઠળ નોંધાયેલ નોકરીદાતાઓેને ત્યાં ખાલી જગ્યાઓનો સર્વે કરી ભરતી મેળામાં સમાવેશ જિલ્લાના રોજગાર વાચ્છુકોને રોજગારીનો અવસર આપી આ કાર્યક્રમને સફળ બનાવવા એક ટીમ તરીકે કાર્ય કરવા માટે માર્ગદર્શન આપ્યુ હતુ.

    આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક નિલમબેન ગોસ્વામી, ડી.આર.ડી.એ. નિયામક ભાવેશ ખેર, મદદનીશ શ્રમ આયુક્ત એમ.એમ. હિરાવણી, જિલ્લા નોડેલ આઈ.ટી.આઈ. આચાર્ય  સી.ડી. શાહ, યુવા અધિકારી ભાવેશ રાવલીયા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એચ.જે.વિહાણી, સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડો. પી.આર. ગઢવી સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS