જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ માટે બેઠક યોજાઈ

  • February 05, 2024 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ વર્ષે દસમનો ક્ષય હોવાથી ગીરનારની ગોદમાં તા.૫થી ૮ માર્ચ ચાર દિવસનો શિવરાત્રી મેળો યોજાશે આધ્યાત્મિક મહત્વ ધરાવતા મહાશિવરાત્રીના મેળાનો મહાવદ નોમ તા.૫મી માર્ચથી ધજારોહણ સાથે પ્રારંભ થશે. ત્યારે કલેકટર  અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન અને નેતૃત્વમાં જિલ્લ ા વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
​​​​​​​
મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કલેકટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.બેઠકમાં મહાશિવરાત્રીના મેળામાં પધારનાર ભાવિકો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. ભાવિકો માટે પીવાના પાણી, સ્વચ્છતા, માર્ગ મરામત, પરિવહન, ફાયર સેફટી, આરોગ્ય, વીજળી સહિતની સુવિધાઓ અને વ્યવસ્થા કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
સેવાભાવી સંસ્થાઓ અને ઉતારા મંડળ સાથે પણ જરૂરી સુવિધા ઉભી કરવા અને સ્વચ્છતા સહિતની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંકલન કરવા પણ નિર્દેશ આપ્યા હતા. ટ્રાફિક નિયમન અને પાર્કિંગ માટે અધિકારીઓને સ્થળ વિઝીટ કરીને જરૂરી આયોજન કરવા પણ સૂચના આપી હતી.
શ્રદ્ધાળુઓનું આરોગ્ય ન જોખમાઈ તે માટે ક્લોરિનેશનયુક્ત પીવાનું પાણી અને બિન આરોગ્યપ્રદ તથા ભેળસેળ વાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય અને અખાદ્ય પદાર્થોનો નાશ કરવા તેમજ જરૂરી પગલાં લેવા માટે પણ સૂચના આપી હતી.આરોગ્ય સેવાઓ માટે હંગામી દવાખાના શરૂ કરવા ઉપરાંત જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે પણ સૂચના આપી હતી. ઉપરાંત પરિવહન સુવિધા માટે વધારાની એસટી બસો અને ટ્રેન દોડાવવા માટેનું આયોજન હાથ કરવા પણ નિર્દેશ આપ્યા હતા. દૂધ, એલપીજી સિલિન્ડર, રીક્ષા ભાડું સહિત અન્ય ચીજ વસ્તુઓ નિયત થયેલ દરે જ વેચાણ થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત યાત્રી સહાયતા કેન્દ્ર અને કંટ્રોલરૂમ શરૂ કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ વન સંરક્ષક  અક્ષય જોશી, અધિક નિવાસી કલેકટર  એન.એફ ચૌધરી, પ્રાંત અધિકારી  ભૂમિબેન કેશવાલા, ડેપ્યુટી કમિશનર  ઝાપડા, નાયબ પોલીસ અધિક્ષક  અનિલ પટણી પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર  પરમાર સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News