દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં ટેલી ફોન્‍ફરન્‍સથી કલેકટરના માર્ગદર્શન હેઠળ મીટીંગ યોજાઈ

  • May 06, 2021 07:59 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્‍લા કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીના તથા જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજાના માર્ગદર્શન તળે ટેલીકોન્‍ફરન્‍સથી જિલ્‍લાના આરોગ્‍ય અધિકારીઓ તથા પ્રાંત અધિકારીઓ તેમજ તાલુકા મામલતદારઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ સાથે એક મીટીંગ યોજાઇ હતી.

જેમાં દરેક કોમ્‍યુનીટી કોવિડ સેન્‍ટર ગ્રામ્‍ય લેવલ ઉપર કોવિડની પુરતી દવાનો સ્‍ટોક રાખવા અને નિયમિત રૂબરૂ મોનીટરીંગ રાખવા જણાવ્યું હતું. તેમજ સી.સી.સી. પર જમવાની, પીવાના પાણીની અને યુરિનલ અને વોશ રૂમની વ્‍યવસ્‍થા કરવા જણાવ્‍યું હતું. ગ્રામ્‍ય કોવિડ સેન્‍ટરમાં સ્‍ત્રી દર્દી આવે તો પોલીસ બંદોબસ્‍તની વ્‍યવસ્‍થા કરવા જણાવ્‍યું હતું.

સ્થાનિક કક્ષાએ બધા વિભાગના સંકલનમાં રહી સી.સી.સી.ની કામગીરીનું મોનીટરીંગ કરવા જિલ્‍લા કલેકટર દ્વારા સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ઑક્સિજનની જરૂરીયાત મુજબની બોટલનું રીફીલીંગ કરવા તાકીદ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS