દેવભૂમિ દ્વારકા અને શિવરાજપુર બીચ ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે ખંભાળિયામાં બેઠક યોજાઈ

  • July 20, 2021 11:04 AM 

   દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે આગામી બુધવાર તા. 21 ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રવાસી સુવિધાઓ વિકસાવવા તથા સિગ્નેચર બ્રીજની કામગીરીના રીવ્યુ માટે મુલાકાત લેનાર છે. જેના આયોજન અન્વયે ખંભાળિયામાં જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટી વિભાગના અધિકારીની એક બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને આ કાર્યક્રમ સુપેરે સંપન્ન થાય તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

   આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, જિલ્લા પોલીસ વડા સુનીલ જોશી, નિવાસી અધિક કલેકટર કે.એમ. જાની, દ્વારકાના પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી અને શૈલેષભાઈ કણઝારીયા સાથે વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS