આજે અમદાવાદની હોટેલ હયાત રીજન્સી ખાતે સખા રિપબ્લિક (યાકુટિયા), રશિયા અને ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (દિલ્હી, અમદાવાદ, મુંબઈ, ચેન્નઈ)ના પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ ઈન્ટરએક્શન મીટિંગ યોજાઈ હતી.
આ મીટિંગમાં સખા રિપબ્લિક (યાકુટિયા), રશિયા તરફથી આ પ્રતિનિધિઓ હાજર રહ્યા
ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ તરફથી આ પ્રતિનિધિઓ હાજર રહ્યા
મિટિંગમાં આ બાબતોની ચર્ચા કરવામાં આવી
આ મીટિંગમાં હાલના વૈશ્વિક રાજકીય પરિવર્તનો અને ભારત અને યાકુટિયા (રશિયા) વચ્ચેના નવા વ્યાપારી અવસરો અંગે ચર્ચા થઈ. ખાસ કરીને ઓઈલ, ગેસ, કુદરતી ઉર્જા, હીરા-જ્વેલરી અને કોલસા ક્ષેત્રે સહકાર અંગે ચર્ચા કરવામાં આવી. ઉપરાંત, બંદરોમાં લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ અને ડાયમંડ-જ્વેલરીના ક્ષેત્રે સંયુક્ત ઉપક્રમે કામ કરવા અંગે ચર્ચા થઈ. ચર્ચા દરમિયા આયાત-નિકાસ અને સંયુક્ત ઔદ્યોગિક સાહસની શક્યતાઓ અંગે પણ વાત થઈ હતી.
સખા રિપબ્લિક (યાકુટિયા)ના મંત્રી ગાવરિલકિરિલિન, ડેપ્યુટી ચેરમેન કિમબોરિસોવ અને ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમના હિરેન્દ્ર ગાંધી, દિગંત સોમપુરા અને ધર્મેન્દ્ર જોશી વચ્ચે ભારત અને યાકુટિયા (રશિયા) વચ્ચે વેપાર વૃદ્ધિ માટે એગ્રીકલ્ચર, હીરા-જવાહરાત, ઓઈલ અને કુદરતી ગેસ, ખાતર ઉદ્યોગ, ટૂરીઝમ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, વિદ્યાર્થીઓ માટે એક્સચેન્જ યોજના અને અંગે MOU (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
વિશેષ રૂપે અમદાવાદ સ્થિત પેટ્રોલિયમ યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીઓ અને રશિયાની ચાર મુખ્ય મેડિકલ યુનિવર્સિટીઓ વચ્ચે શૈક્ષણિક સહકાર માટે પણ ચર્ચા થઈ. સખા રિપબ્લિકના માનનીય મંત્રી અને રશિયન કોન્સ્યુલેટ જનરલ ઓફિસના અધિકારીએ જલ્દી એક ડેલિગેશન લઈને સખા રિપબ્લિકના મહેમાન થવા આમંત્રણ આપ્યું હતું.
આ મહત્વની બેઠકમાં કુલ ૧૩ પ્રતિનિધિઓ- સખા રિપબ્લિક (યાકુટિયા) સરકારના અધિકારીઓ, રશિયન કોન્સ્યુલેટ જનરલ ઓફિસ સહિત ૮ પ્રતિનિધિઓ અને ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
હિરેન્દ્ર ગાંધી
સેક્રેટરી, ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો ધાણાભાજી(કોથમીર)ને લાંબા સમય સુધી ફ્રેશ રાખવી હોય તો આ રીતે કરો સ્ટોર
March 28, 2025 04:09 PMનવરાત્રીના ઉપવાસ કરતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
March 28, 2025 03:49 PMઆરોગ્ય સેવાઓમાં કર્મચારીઓની મોટાપાયે અછતનો કેગનો અહેવાલ
March 28, 2025 03:48 PMપોરબંદરમાં કયાંય દા, ગાંજો, ચરસ, ડ્રગ્સ વહેચાતા હોય તો પોલીસનો સંપર્ક કરો
March 28, 2025 03:48 PMપોરબંદરમાં ગેસની નળી લીકેજ થતા લાગી અતિ ભયાનક આગ
March 28, 2025 03:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech