જામનગરમાં રામેશ્વર નજીક નંદન પાર્ક-૧માં રહેતી પરણીતાએ ગઈકાલે બપોરે પોતાના ઘેર સાસરિયાઓના ત્રાસના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ મામલે પરણીતાને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પાંચ સાસરીયાઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
જામનગરમાં રામેશ્વર નગર નજીક નંદન પાર્ક શેરી નંબર -૧ માં રહેતી પરીતાબેન મોહનભાઈ ભરડવા નામની ૨૬ વર્ષની પરણીતાએ ગઈકાલે બપોરે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
આ બનાવ બાદ મૃતક પરિતાબેનના પિતા તિપતી પાર્ક સોસાયટીમાં રહેતા દામજીભાઈ વજશીભાઈ મંડોરા તેઓ પુત્રીના સાસરીયામાં દોડી આવ્યા હતા, જ્યાં હાજર રહેલા પી.એસ.આઇ. એન. એમ. ઝાલા સમક્ષ પોતાની પુત્રીને સાસરિયાઓનો ત્રાસ હતો, અને તેઓના ત્રાસના કારણે જ પોતાની પુત્રી પરીતાબેને તંગ આવી જઇ ગળાફાંસ દ્વારા આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે મૃતકના પિતા દામજીભાઈ મંડોરાની ફરિયાદના આધારે પરીતાબેનના શ્વસુર પક્ષના સભ્ય સાસુ ગીતાબેન કરસનભાઈ ભરડવા, સસરા કરસનભાઈ ભરડવા, પતિ મોહનભાઈ કરસનભાઈ ભરડવા, ઉપરાંત ચેતનભાઇ કરસનભાઈ ભરડવા અને પાયલબેન ચેતનભાઇ ભરડવા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ અને પરીતાબેન ને મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગેની આઇપીસી કલમ ૩૦૬, ૪૯૮- અ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. આ બનાવને લઈને રામેશ્વરનગર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech