BREAKING NEWS

પરિણીતા પિયરમાં આવી સાસરિયા દૂર ઝઘડો કરી સાસુ એ વહુને ચપ્પુનો ઘા ઝીંકયો

  • April 01, 2026 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ
હાલ જેતપુરના રેશમડી ગાલોલ ગામે રહેતી પરિણીતાના ઘરે ત્રંબામાં રહેતા સાસરીયાએ આવી ઝઘડો કર્યેા હતો. દરમિયાન પરિણીતાને સાસુએ ચપ્પુનો ઘા ઝીંકી દીધો હતો. જે બાબતે માઠુ લાગી જતા પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. બાદમાં પરિણીતાએ જેતપુર તાલુકા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના ત્રંબા ગામની પરિણીતા રીશીતાબેન અવિનાશભાઈ મકવાણા (ઉ.વ.૨૨) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ અવિનાશ સામતભાઇ મકવાણા, દિયર આકાશ મકવાણા, સસરા સામતભાઈ હીરાભાઈ મકવાણા અને સાસુ ગીતાબેન મકવાણાનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેના લ તા.૧૫૧૨૨૦૨૩ ના રોજ ત્રંબાના અવિનાશ મકવાણા સાથે થયા હતા. તેણી છેલ્લા બે મહિનાથી ત્રંબા ગામની નજીક આવેલી સારથી કંપનીમાં મજૂરી કામ કં છું. પરિણીતાએ જણાવ્યું હતું કે, લ બાદ મારા સાસરિયાએ સાતેક મહિના સારી રીતે રાખ્યા બાદ પતિ અવિનાશ, દિયર આકાશ, સસરા સામતભાઈ અને સાસુ ગીતાબેન એકસપં થઈ મને શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપવા લાગેલા હતા. દરમિયાન તે ત્રણ વખત પિયર રીસામણે આવી હતી.
ગઈ તા.૩૦૦૩૨૦૨૬ ના રોજ સાસરિયાઓ માથાકૂટ કરી મને ઘરની બહાર કાઢી મૂકી હતી. તે બાદ સમાધાન થયેલુ પરંતુ આ લોકોનો ડર હોય જેથી તા.–૩૧૦૩૨૦૨૬ ના રોજ સવારના પરિણીતા કામે જવા નીકળી ગયેલ અને ત્યાથી બારોબાર પિયર રેશમડી ગાલોલ ગામે બપોરના સવા બે વાગે પહોંચેલી હતી. પિયરમાં ઘરે કોઈ હાજર ન હોય તે એકલી હતી. ત્યારે આશરે ત્રણ વાગ્યે પતિ, દિય૨ તથા સાસુ–સસરા મારા પિયરે ધસી આવ્યા હતા અને મને કહેવા લાગેલ કે, તું પૂછયા વગર કેમ આવતી રહેલ છે? બાદ ગાળો આપી મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. દરમિયાન પતિ, દિયર અને સસરાએ પકડી રાખી જયારે સાસુએ ઘરમાં રહેલ શાક સુધારવાના ચપ્પુનો ઘા મારી દીધો હતો. જેથી લોહી નીકળવા લાગેલ હતું. બાદમાં દેકારો કરતા પાડોશી ભાવેશભાઈ લીંબાભાઇ વેગડા આવી જતા સાસરિયા નાસી ગયા હતા. પાડોશીએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યેા હતો. સાસએ કરેલા હત્પમલાનું માઠુ લાગી આવતા પરિણીતાએ ઘરમાં ૫ડેલી ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. બાદ પરિજનો આવી જતાં સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જયા મને હાથમા પાંચ–છ ટાંકા આવેલા હતા. બાદ ત્યાંથી પરિણીતાને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી.
બનાવ અંગે પરિણીતાએ હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ આપતાં જેતપુર તાલુકા પોલીસની ટીમે પતિ, દિયર, સાસુ–સસરા વિદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News