વરતેજ પોલીસ મથકની પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બુધેલ ગામ પાસે આવેલ સિધ્ધી વિનાયક હોટલ પાસે માથાકુંટ થતી હોય તેવી માહિતી મળી હતી. જે માહિતીના આધારે સ્થળ પર જઈ તપાસ કરતા બુધેલ ગામ સિધ્ધી વિનયક હોટેલે પહોંચતા હોટલની સામે રોડ પર જાહેરમા એક શખ્સ હાથમા પીસ્ટલ જેવુ હથિયાર સાથે મળી આવ્યો હતો. જેથી વરતેજ પોલીસે શખ્સની અટક કરી શખ્સનું નામ પુંછતા પોતે પોતાનુ નામ ભરતભાઇ લીંબાભાઈ ચાવડા (ઉવ.૨૯, રહે. ૧૨૪- બી, શાંતીનગર, ચિત્રા) હોવાનું પોલીસને જણાવ્યું હતું. તેની પાસેથી મળી આવેલ હથીયાર એક દેશી બનાવટની લોંખડ ધાતુની સિલ્વર કલરની પીસ્ટલ છે, જેના બટના બંન્ને સાઇડ કોફી કરેલની ફાયબર/પ્લાસ્ટીકની પટ્ટીઓ લગાડેલ અને તેમા બે સ્ક્રુથી ફિટ કરેલ જે પીસ્ટલ આગળના ભાગે એક નાળ વાળુ હોય, જે હાલ લોડેડ જણાતુ જાણતા અને તેનુ મેજીન બંધ હાલતમા હોય, પિસ્ટલની ડાબી બાજુ બેરલ નીચે શેફટી કેચ હતી. તેમજ બટમા નીચેના ભાગે મેગ્સ્ટન કેચ હોય જેથી મેજીન જેમનુ તેમ રહેવા દીધેલ છે. પીસ્ટલની અંદર હાલ કેટલા જીવતા કાર્ટીસ હોય તે અંગે તેમજ તેની અંગ જડતી કરતા પેન્ટના ખીસ્સા માંથી બે (૨) નંગ જીવતા કાર્ટીસ મળી આવેલ હોય, જે કાર્ટીસ જોતા K.F 7.65 લખેલાનું જણાઈ આવેલ હતું. જે હથીયાર (પિસ્ટલ) પોતાના કબ્જામાં રાખવા કોઇ સક્ષમ અધિકારીનો પરવાનો કે લાયસન્સ માંગતા પોતાની પાસે કોઇ લાયસન્સ કે પરવાનો નહી હોવાનું જણાવે છે. જેથી આ પિસ્ટલ ચાલુ હાલતમાં જણાય હતી. જે મામલે પોલીસે પિસ્ટલ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ તેમજ જીવતા કાર્ટીસ નંગ બે કિંમત રૂપિયા ૨૦૦ મળી કુલ રૂપિયા ૨૦,૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી શખ્સની અટકાયત કરી હતી. આ શખ્સને શરીર પર આંખના ભાગે ઇજા થયેલ હોવાનુ જોવામા આવેલ છે. જે ઇજા બાબતે પોલીસે પુછતા બુધેલ સિધ્ધી વિનાયક હોટલ ખાતે થયેલ ઝપાઝપીમા આંખના ભાગે સામાન્ય ઇજા થયેલ હોવાનુ જણાવેલ છે. અને સિધ્ધી વિનાયક હોટલ ખાતે થોડીવાર પહેલા પોતાના ભાઇ શરદને માથાકુંટ થયેલ હોય, જેથી પોતે તથા પોતાની સાથે અબ્દુલ ઉર્ફે ભટ્ટુ ઉર્ફે ઠુંઠોને એક ફોર્ચ્યુનર કાર લઈ આવેલ જે સાથેનો અબ્દુલ ઉર્ફે ભટ્ટુ ઉર્ફે ઠુંઠોને આ કાર લઇ નાસી ગયેલ હોવાનુ જણાવેલ હતું. અને આ બનાવ બાબતે હોટલના માલીક કરણસિંહ રામસંગભાઇ મોરી (ઉ.વ.૩૦ ધંધો. વેપાર રહે. બુધેલ, રામ દેવનગર, વરતેજ રોડ) પોલીસ કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન આવવા સમજ કરેલ જેથી તેઓ પોલીસ સ્ટેશન આવી માથાકુટ થયેલ તે બાબતે ઘરમેળે સમાધાન થઇ ગયેલ હોય અને આ બનાવ બાબતે કોઈ પોલીસ ફરીયાદ કરવા માંગતા નહી હોવાનુ નિવેદન લખાવેલ હતું. જ્યારે શખ્સના કબ્જામાંથી મળી આવેલ પિસ્ટલ બાબતે પુછતા પીસ્ટલ પોતે આજ થી બે મહીના પહેલા એમ.પી, બોર્ડર બાજુ થી લાવેલાનું ફર્યું બોલતો હોય વરતેજ પોલીસે ભરતભાઈ લીંબાભાઈ ચાવડા ગેરકાયદેસર વગર પરવાને પોતાના કબ્જામાં દેશી બનાવટની પિસ્ટલ-૧ કિ.રૂ.૨૦,૦૦૦ તથા જીવતા કાર્ટીસ-૨ (બે) કિ.રૂગ.૨૦૦ મળી કુલ કિ.રૂા.૨૦,૨૦૦ ના મુદ્દામાલ સાથે જાહેરમા બીજાઓની જીદંગી તથા શારીરિક સલામતીને જોખમમા મુકી તેવુ કૃત્ય કરી તેમજ તેની સાથેનો અબ્દુલ ઉર્ફે ભટટ્ટુ ઉર્ફે ઠુંઠો ફોર્ચ્યુનર કાર લઇ સાથે આવી કાર લઇ નાસી ગયેલ હોય જે બન્ને શખ્સો ગુન્હો કરવામા એક બીજાને મદદગારી કરવા અંગે આઈપીસી કલમ ૩૩૬, ૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧), (૧-બી) એ, તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech