BREAKING NEWS

માતાની ક્રિયા પુરી કરી સુરત જઈ રહેલા પ્રૌઢને બસમાં હાર્ટ એટેક આવતા મૃત્યુ

  • April 30, 2026 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ વડિયાથી સુરત જતી લકઝરી બસમાં પ્રૌઢને છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા તેમનું મૃત્યુ નીપયું હતું. પ્રૌઢ વતન વડિયામાં માતાની ક્રિયાની વિધિ પુરી કરી બસમાં સુરત જતા હતા ત્યારે ચોટીલા નજીક બસ પહોંચતા હાર્ટ એટેક આવ્યો હતો. ૧૫ દિવસમાં માતા બાદ પુત્રના મૃત્યુથી પરિવારમા શોક છવાયો છે.બનાવની પ્રા વિગત મુજબ મૂળ વડિયાના અને હાલ સુરત રહેતા જયંતિભાઈ હંસરાજભાઈ ગઢીયા (ઉ.વ.૬૦)ના પ્રૌઢ ગત સાંજે વડિયાથી સુરત જતી લકઝરી બસમાં સુરત જવા નીકળ્યા હતા ત્યારે ચોટીલા પાસે પહોંચતા છાતીમાં દુ:ખાવો થતા મુસાફરોએ બસ ઉભી રખાવી તાકીદે ચોટીલાની હોસ્પિટલમાં લઇ જવાયા હતા ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે પ્રૌઢના પરિવારને જાણ કરતા પરિવારજનો પણ સુરત અને વડિયાથી રાજકોટ સિવિલ હોસ્પિટલે આવી ગયા હતા.મૃતક જયંતીભાઈ પાંચ ભાઈ બે બહેનમાં બીજા નંબરે હતા અને સંતાનમાં એક દીકરો દીકરી છે. પોતે ખેતી કામ કરતા હતા. બનાવની કણતા એ છે કે, પ્રૌઢના ,માતાનું ૧૫ દિવસ પહેલા જ અવસાન થતા તેની વિધિ માટે વતન વડિયામાં આવ્યા હતા વિધિ પુરી થયા બાદ પરિવાર પહેલા સુરત જતો રહ્યો હતો જયારે જયંતીભાઈ ગઈકાલે સુરત બસમાં જવા નીકળ્યા હતા દરમિયાન બસમાં જ હાર્ટ એટેક આવી ગયો હતો. બનાવ અંગે પોલીસે જરી કાગળો સહિતની કાર્યવાહી કરી હતી..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application