શહેરના બોરતળાવ,મફતનગરમાં એક શખ્સે શાકભાજીની સાથે ગાંજાના છોડનું પણ વાવેતર કર્યું હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી રૂા.૧,૧૯,૬૦૦ની કિંમતના ૨૩ કીલો વજન ધરાવતા ૫૮ છોડ કબજે કરી ગાંજાનું વાવેતર કરનાર શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.
એસઓજીને બાતમી મળી હતી કે, બોરતલાવ મફતનગરમાં રહેતા રામજી ઉર્ફે રામદાસ જેસીંગ પરમાર નામના શખ્સે તેના ઘર પાસેના ફળીયામાં શાકભાજીનું વાવેતર કર્યું છે તેમાં સાથે ગાંજાના છોડ પણ વાવ્યા છે એટલે પોલીસે બાતમીના આધારે રેડ પાડતાં આ શખ્સે તેના ઘર પાસે ૩૦થી ૩૫ ચો.મી.ના વિસ્તારમાં ભીંડો, મરચા અને ટમેટા વાગ્યા હોવાનું અને તેમાં છુટા છવાયા ગાંજાના છોડ પણ વાવેલા હોવાનું જોવા મળ્યું હતું એટલે પોલીસે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી હતી.
પોલીસે કુલ ૫૮ ગાંજાના છોડ કબજે કર્યા હતા અને તેનું વજન કરવામાં આવતાં તે૨૩ કીલો હોવાનું અને તેની કિંમત રૂા.૧,૧૯,૬૦૦ થતી હોય પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે એનડીપીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ તેને ગાંજાની આદત હોવાનું અને જરૂર હોય તો તેનું વેંચાણ પણ કરતો હોવાની કબૂલાત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech