પોરબંદરની કોર્ટમાં ર9 વર્ષથી મુદતમાં હાજર નહીં રહેનાર શખ્સ ઝડપાયો

  • March 20, 2021 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદરની કોર્ટમાં ર9 વર્ષથી મુદતમાં હાજર નહીં રહેનાર શખ્સ ઝડપાયો છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા ઇન્ચાર્જ પોરબંદર પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડાય જેથી કાયદો અને વ્‌યવસ્થા સુચા જળવાઇ જે બાબતે ખાસ સુચના આપેલ જે અંગે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયાના માર્ગદર્શન મુજબ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એચ.એલ.આહિરના માર્ગદર્શન મુજબ ડી-સ્ટાફ પીએસઆઇ આર.એલ.મકવાણા દ્વારા ડી-સ્ટાફની ટીમ તૈયાર કરી ચીફજયુડીશ્યલ મેજી. કોર્ટના આરોપી નરેશભાઇ હિરાલાલ રાજપરા ઉ.વ. પ6, ધંધો પ્રા. નોકરી રહે. સહયોગ હોસ્પિટલ પાછળ, કાનાભાઇ મેરના મકાનમાં પોરબંદર હાલ રહે. આકાંક્ષા ગેલેકસી, બી-1, અચુલે રોડ, ડોનલેન નાલા ચોપારા ઇસ્ટ મુંબઇવાળો છેલ્લા ર8 વર્ષથી મુદતમાં હાજર નહીં રહેનાર અને પોતાની પકડથી બચવા પોરબંદરથી અલગ અલગ જગ્યાએ રહેણાંક બદલતો હોય જેથી આરોપી વિધ્ધ સી.આર.પી.સી.ક. 8ર મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરતા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવેલ અને પો. હેડ.કોન્સ. એમ.કે. માવદીયા તથા ભરત નાથાભાઇ શીંગરખીયાને ખાનગી રાહે બાતમી મળેલ કે, ઉપરોકત જાહેરનામા મુજબનો આરોપી અમદાવાદ ખાતે ધંધાના કામ સબબ આવવાની હકીકત મળેલ હોય જેથી અમદાવાદ ખાતે જઇ આરોપીની શોધખોળ કરતા તપાસ દરમ્યાન મળી ાવેલ હોય જે છેલ્લા ર9 વર્ષથી પોતાની પકડથી બચવા નાસતો ફરતો આરોપી નરેશભાઇ હિરાાલ રાજપરા ઉ.વ. પ6 ધંધો : પ્રા. નોકરી રહે. સહયોગ હોસ્પિટલ પાછળ, કાનાભાઇ મેરના મકાનમાં પોરબંદર હાલ રહે. મુંબઇ વાળાને પકડી જયુડી. મેજી.ની કોર્ટમાં રજુ કરેલ છે. આમ છેલ્લા ર8 વર્ષથી પોતાની પકડથી બચવા નાસતો ફરતો રહેનાર આરોપીને શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કીર્તિમંદિર પો.સ્ટે. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. સદરહું કામગીરી પીઆઇ એચ.એલ.આહીર, પીએસઆઇ આર.એલ.મકવાણા તથા હેડ કોન્સ. એમ.કે .માવદીયા, બી.પી. કારેણા, તથા પો.કોન્સ. ભરત નાથાભાઇ શીંગરખીયા, ભીમા દેવાભાઇ ઓડેદરા, અરવીંદ કાનાભાઇ શામળા દ્વારા કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS