જામનગર નજીક દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

  • June 26, 2021 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હથિયાર ક્યાંથી મેળવ્યું એ દિશામાં કરાતી પોલીસ દ્વારા તપાસ

જામનગર નજીક દરેડ - મસીતીયા રોડ પર બજરંગ ફાર્મ પાસેથી ગઈકાલે મોડી સાંજના પોલીસ દ્વારા બાતમીના આધારે દેશી તમંચા સાથે એક શખ્સને દબોચી લીધો હતો અને હથિયાર ક્યાંથી મેળવ્યું એ દિશામાં તપાસ લંબાવવામાં આવી છે.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્ય વિભાગ કૃણાલ દેસાઈ દ્વારા જામનગર તાલુકા વિસ્તારમાં ગેરકાયદે રીતે હથિયારો ધરાવતા ઈસમોને પકડી પાડવા સૂચના કરવામાં આવી હતી જે અન્વયે પંચકોશી બી ડિવિઝન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

ત્યારે સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કરણસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરેડ મસીતીયા રોડ બજરંગ ફાર્મથી થોડે દુર મસીતીયા ગામ તરફ જાહેરમાં એક સખસ સમીર મહમ્મદ શફી અન્સારી ઉંમર વર્ષ 23 ( રે દરેડ ગામ હૂસેનીચોક ખોલી, મૂળ ઇસ્લામ નગર નવાબગંજ, બરેલી જિલ્લા, રાજ્ય ઉત્તર પ્રદેશ) ને હાથ બનાવટના દેશી તમંચો - કટો ચાલુ હાલત સાથે પકડી પાડ્યો હતો.

આરોપી વિરુદ્ધ પંચકોશી બી મા આર્મ્સ એક્ટ, જીપીએ 135 (1)મુજબની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી, આરોપીએ હથિયાર ક્યાંથી મેળવ્યું ? એ અંગે પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

આગળની કાર્યવાહી પંચકોશી બીના પીએસઆઇ સી .એમ. કાંટેલિયા, સ્ટાફના કરણસિંહ, પ્રદ્યુમનસિંહ, સુરેશભાઈ, હરપાલસિંહ, સુમિતભાઈ, મયુરસિંહ, રઘુવીરસિંહ, પુષ્પરાજ સિંહ દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS