જામનગરમાં પિસ્ટલ, કાર્ટીઝ સાથે એક શખ્સ ઝડપાયો

  • July 07, 2021 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નદીના પટમાં બાતમીના આધારે એસ.ઓ.જી ત્રાટકી: હથિયાર ક્યાંથી મેળવ્યુ તે દિશામાં તપાસ

જામનગર પોલીસ દ્વારા ગત વર્ષોમાં જુદા જુદા વિસ્તારોમાંથી દેશી બનાવટના અસંખ્ય હથિયારો પકડી પાડવામાં આવ્યા હતા, દરમિયાનમાં ગઈકાલે અહીંના સુભાષ બ્રિજ નીચે નદીના પટમાંથી એક શખ્સને પિસ્ટલ અને બે કાર્ટીઝ સાથે એસ.ઓ.જીની ટુકડી દ્વારા પકડી લેવામાં આવ્યો હતો અને આ હથિયાર ક્યાંથી મેળવવું એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દિપન ભદ્રંન દ્વારા જામનગર શહેર વિસ્તારમાં ગેરકાયદે હથિયાર રાખતા ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે એસ.ઓ.જી ને સૂચના આપી હતી જે અનુસંધાને ગઈકાલે જામનગર એસ.ઓ.જી.ની ટુકડી દ્વારા આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને સ્ટાફને બાતમી મળેલ કે, શહેરના સુભાષ બ્રિજ નીચે નદીના પટમાંથી ગોમતીપુરમાં રહેતા રહીસ ઉર્ફે રયલો સલીમ કુરેશી (ઉં.વ. 27 ધંધો ડ્રાઇવિંગ, ) ને ગેરકાયદે દેશી બનાવટની પિસ્તોલ નંગ એક તથા બે કાર્ટીસ સાથે પકડી પાડ્યો હતો.

આરોપી રહીસ કુરેશી સામે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી એ હથિયાર ક્યાંથી મેળવ્યું હતું એ અંગે તપાસ લંબાવવામાં આવી છે આ કાર્યવાહી એસઓજી પીઆઈ એસ એસ નિનામા, પીએસઆઇ આર.વી. વીંછી, પીએસઆઇ વી.કે ગઢવી, તથા સ્ટાફના જ્ઞાનદેવસિંહ, હિતેશભાઈ, દોલતસિંહ, મયુદ્દીન ભાઈ, રમેશભાઈ, રાયદેભાઈ, પ્રદીપભાઈ, લાલુભા, દયારામ વિ. દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS