ભાવનગર જિલ્લાના ગારિયાધારના પાંચ ટોબરા દામનગર રોડ પરથી વિદેશી દારૂની નાની મોટી ૩૬૧બોટલ કિં.રૂ.૧,૦૦,૩૦૦ ભરેલી કાર મળી કુલ રૂ.૪,૧૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ગારીયાધાર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે, દામનગર-પાંચ ટોબરા રોડે દામનગર તરફથી ગારીયાધાર તરફ એક હ્યુન્ડાઇ આઇ-૨૦ ફોર વ્હીલ નંબર ૠઉં-૧૦-ઇછ-૮૬૦૦ ની ગાડી આવે છે અને ફોર વ્હીલ ગાડીમા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ભરેલ છે.
જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં કાર માંથી વિદેશી દારૂના જથ્થો મળી આવતા કારમાં રહેલ સંજય નરશીભાઇ સાંખટ (ઉ.વ.૩૧ રહે.જનતા પ્લોટ, કુટીર નિવાસ, મહુવા જી.ભાવનગર)ને ઝડપી લઈ પૂછપરછ કરતા નોનીયા ભીલ (રહે.કવાંટથી આગળ, છોટા ઉદેપુર)નું નામ ખુલતા રોયલ કલાસીક મોલ્ટ વ્હીસ્કી ૭૫૦ ખક બોટલ નંગ-૩૬ કિ.રૂ.૨૮,૮૦૦, ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસ ૧૮૦ ખકબોટલ નંગ-૩૨૫ કિ.રૂ.૭૧,૫૦૦,હ્યુંડાઇ આઇ-૨૦ કાર નબર ૠઉં-૧૦-ઇછ-૮૬૦૦ કિ.રૂ.૩,૦૦,૦૦૦ અને મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ કી.રૂ.૪,૧૦,૩૦૦ નો મુદામાલ કબ્જે કરી શખ્સ સામે ગારિયાધાર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી નોનીયા ભીલને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, પ્રવિણભાઇ ગળસર, તરૂણભાઇ નાંદવા તેમજ શૈલેષભાઇ ચાવડા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech