જામનગરમાં દારૂની બોટલ સાથે એક શખસ પકડાયો

  • April 06, 2021 08:02 PM 

નીલકમલ સોસાયટીમાં દરોડો, સપ્લાયર ફરાર

જામનગરમાં બે દિવસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં પોલીસે દરોડા પાડીને દારૃ સાથે શખ્સોને દબોચી લીધા હતા દરમિયાનમાં અહીંના નીલકમલ સોસાયટી વિસ્તારમાં વધુ એક શખ્સ દારૂની બોટલ સાથે પોલીસની પકડમાં આવ્યો હતો પૂછપરછ દરમિયાન સપ્લાયરનું નામ ખૂલ્યું હતું.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા નીલકમલ સોસાયટી શેરી નંબર છ, 80ફૂટ રોડ ખાતે રહેતો મયુરસિંહ ભોજુભા જાડેજા ઉમર વર્ષ 23 નામના શખ્સેને ઈંગ્લીશ દારૂની બોટલ લઈને નીકળતા સોસાયટી વિસ્તારમાંથી પકડી લીધો હતો.

પૂછપરછ દરમિયાન દારૂની બોટલ દિગ્વિજય પ્લોટ 54, વિશ્રામ વાડી પાસે રહેતા પ્રફુલ ઉર્ફે પાગો ભદ્રા નામના શખ્સે આપી હોવાનું ખુલ્યું હતું. બંનેની સામે સીટી-સી ડિવિઝનમાં પ્રોહીબીશન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS