સપ્લાયરનું નામ ખુલ્યું : સિંગચમાં કેબીનમાંથી શરાબની બોટલો સાથે બે ઝબ્બે
જામનગર સમાણા રોડ પર પોલીસે એક શખ્સને આંતરીને તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની સાત બોટલ મળી આવી હતી જેમાં દડીયાના શખ્સનું નામ ખુલ્યુ હતું. જયારે સિંગચ રોડ પર ફાર્મહાઉસની કેબીનમાં ખંભાળીયાના બે શખ્સો દારૂની બે બોટલ સાથે ઝપટમાં આવ્યા હતા.
જામનગરના સમાણાં રોડ પર પંચકોશી બી ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન દડીયા ગામમાં રહેતો વિપુલ કારાભાઈ મકવાણા નામનો શખ્સ ત્યાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને નીકળતાં પોલીસે તેને રોકી તલાસી દરમિયાન તેના કબજામાંથી સાત નંગ ઇંગ્લિશ દારૂની બાટલી મળી આવી હતી.જેથી પોલીસે તેની અટકાયત કરી લઈ તેની સામે દારૂબંધી ભંગ બદલ ગુન્હો નોંધ્યો છે, અને ૩,૫૦૦ની કિંમતની બોટલો જપ્ત કરી હતી. પોલીસની પૂછપરછમાં તેને ઉપરોક્ત દારુ દડીયા ગામમાં રહેતા ભાવેશ સરવૈયા નામના શખ્સે સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
આ ઉપરાંત ખંભાળીયાના ગઢવીપાડામાં રહેતા લાખા નાથા બુધીયા અને દેવરીયા પાટીયા પાસે રહેતા ભુરા આશા સંધીયા નામના બે શખ્સોને ઇંગ્લીશ દારૂની બે બોટલ સાથે જાખરથી સિંગચ ગામ રસ્તા પર આવેલ ફાર્મ હાઉસની સિકયુરીટી કેબીનમાં પકડી લીધા હતા.