કલ્યાણપુરમાં જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝબ્બે

  • June 01, 2021 10:56 AM 

કલ્યાણપુર તાલુકામાં જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના એ.એસ.આઈ. ભીખાભાઈ ગાગીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામની સીમમાં રહેતા જેઠા પોપટભાઈ હાજાભાઇ પરમાર નામના 45 વર્ષના હિન્દુ ડફેર યુવાનને રૂ. 1,500 ની કિંમતની ગેરકાયદેસર જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર) સાથે ઝડપી લઇ તેની સામે હથિયારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર કામગીરી એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. એ.ડી. પરમાર, એ.એસ.આઇ. ભીખાભાઈ ગાગીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ તથા કિશોરભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS