રૈયાધારમાં રહેતા વિધર્મી શખસે મિત્રની પત્નીને પ્રેમજાળમાં ફસાવી તેના પર બોલેરો અને ઘરે લઇ જઇ બે વખત દુષ્કર્મ આચરી મારમાર્યેા હતો. જે અંગે મહિલાએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
ત્રણ સંતાનોની માતા ૩૩ વર્ષીય પરિણીતાએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રૈયાધારના જાહીદ જુસબભાઇ જુણેજાનું નામ આપતા પોલીસે આરોપી વિધ્ધ આઇપીસી ૩૭૬ (૨) (એન), ૩૨૩ મુજબ ગુનો નોંધ્યો છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, થોડા વર્ષ પહેલા હત્પં બીજા સ્થળે રહતી હતી ત્યારે રૈયાધારમાં રહેતાં મારા પતિના મિત્ર જાહીદ જૂણેજા સાથે સંપર્ક થયો હતો. એ પછી તે અવાર–નવાર મારી સાથે ફોનમાં વાતચીત કરતો હતો. એ પછી જાહીદે મને કહેલુ કે હત્પં તમને પસદં ક છું. ત્યારબાદ અમે ફોનમાં વાતચીત ચાલુ કરતાં અમારી વચ્ચે પ્રેમસંબધં બંધાઇ ગયો હતો. અમે ત્યારબાદ અવાર–નવાર મળતાં હતાં. દરમિયાન જાહીદના પ્રેમસંબંધની મારા પતિને ખબર પડી જતાં મેં આ સંબધં પુરો કરી નાંખ્યો હતો. ત્યારબાદ એક વર્ષ સુધી અમે સંપર્કમાં નહોતાં.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, ગત ફેબ્રુઆરી–૨૦૨૪માં હત્પં મારા દિકરાને સ્કૂલેથી તેડીને આવતી હતી ત્યારે સાંજે સાડા ચારેક વાગ્યે જાહીદ અને તેનો મિત્ર નિરવ બોલેરો લઇને આવ્યો હતો. નિરવ મારા દિકરાને રમાડવા લઇ ગયો હતો અને જાહીદે મને બોલેરોમાં બેસાડીને હવે કેમ મારી સાથે સંબધં રાખવો નથી? તેમ કહી બોલેરો ગાડીમાં જ મારી સાથે બળજબરીથી શરીર સંબધં બાંધી લીધો હતો. ત્યારબાદ તેણે–તારા કારણે મને મારી પત્નિ મુકીને જતી રહી છે..તેમ કહી મને ગાલ પર લાફા તથા મુંઢ માર માર્યેા હતો. એ પછી જાહીદે મારી પાસેથી મારા ડોકયુમેન્ટ લઇ લીધા હતાં. જેમાં જન્મતારીખનો દાખલો પણ હતો.
એપ્રિલ–૨૦૨૪માં મને ફોન કરી રૈયાધારમાં તેની બહેનના ઘરે આવી મારો જન્મતારીખનો દાખલો લઇ જવાનું કહેતાં હત્પં ત્યાં જતાં ત્યારે પણ જાહીદે ગાળો દઇ દુષ્કર્મ આચયુ હતું. મહિલાની ફરિયાદ પરથી પ્ર.નગર પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાતના માર્ગદર્શનમાં પીએસઆઇ જે. એમ. જાડેજાએ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech