BREAKING NEWS

જેતપુરના ડેડરવા ગામની સીમમાંથી બંદૂક સાથે નવાગામમાં રહેતો શખસ ઝડપાયો

  • April 11, 2026 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ : સ્થાનિક સ્વરાજની ચુંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિત જળવાઇ રહે તે માટે પોલીસ અસરકારક કામગીરી કરી રહી છે. ત્યારે જેતપુરના ડેડરવા ગામની સીમમાંથી દેશી જામગરી બંદૂક સાથે નવાગઢના શખસને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. પકડાયેલ શખ્સે ત્રણેક મહીના પહેલા તાલાલાના સાંગોદ્રા ગામે પરિચિત પાસેથી હથીયાર લઈ આવ્યો હોવાની કબૂલાત આપી હતી.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા આગામી સમયમા સ્થાનીક સ્વરાજ ચુંટણી સુમેળ અને શાંતીભર્યા વાતાવરણમા યોજાય તે માટે ગુનાહીત પ્રવ્રુતી કરતા શખ્સો વિધ્ધ તથા ગેરકાયદેસર હથીયાર રાખતા શખ્સોને પકડી અસરકારક કામગીરી કરવાની આપેલ સુચનાથી રલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ આર.વી. ભીમાણી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના એએસઆઈ ભાવેશભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ રમણીકભાઈ મણવર, અર્જુનભાઈ ડવેરા અને કોન્સ્ટેબલ ઇસીતભાઈ માણાવદરીયા સહિતના સ્ટાફને રીયાજ અબ્દુલ લાડક (રહે. નવાગઢ, ઇદ મસ્જીદ ધાર, જેતપુર) હાલ ડેડરવા ગામની વોકળા વાળી તરીકે ઓળખાતી સીમમાં ગેરકાયદેસર દેશી બનાવટની જામગરી હથીયાર સાથે રાખી ફરતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ડેડરવા ગામની વોકળા તરીકે ઓળખાતી સીમમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં પોતાના હાથમાં એક હથીયાર રાખી કાચા રસ્તા ઉપર આવતો નજરે પડતા તેને અટકાવી નામ પુછતા પોતાનુ નામ રીયાજ અબ્દુલ લાડક, (ઉ.વ.૨૭) હોવાનું જણાવેલ હતું. બાદમાં એલસીબીની ટીમે તે શખસ પાસેથી એક દેશી બનાવટની જામગરી હથીયાર કબ્જે કબ્જે કરી તે શખ્સની સઘન પૂછતાછ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલા શખસની પુછતાછ કરતા આ હથીયાર તેમના તાલાલાના સાંગોદ્રા ગામે રહેતા ઓળખીતા અલાયાભાઈ ગનીભાઇ કેવર પાસેથી આજથી આશરે ત્રણેક મહીના પહેલા લઈ આવેલ હોવાનું જણાવે હતું. હાલ પોલીસે એક જામગરી હાથ બનાવટનું હથીયાર, ગન પાવડર, છરાના પાઉચ નંગ–૩ સહિત .૮૦૨૦ નો મુદામાલ જ કરી જેતપુર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News