રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે જામકંડોરણાના સોડવદર ગામની સીમમાં વાડીએ દેશી જામગરી બંદૂક સાથે સોડવદરના શખસને ઝડપી લીધો હતો. પોલીસની પૂછતાછમાં જૂનાગઢના ડફેર શખસ પાસેથી તે આ હથિયાર લાવ્યો હોવાનું અને અહીં વાડીએ રખોપુ કરતો હોય માટે હથિયાર સાથે રાખ્યાનું રટણ કયુ હતું.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સૂચના હેઠળ રાજકોટ ગ્રામ્ય એસ ઓ જી પી આઈ એફ.એ.પારગીના માર્ગદર્શનમાં પીએસઆઇ બી.સી.મિયાત્રા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઈ જયવીરસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, અરવિંદભાઈ દાફડાને મળેલી બાતમીના આધારે જામકંડોરણા તાલુકાના સોડવદર ગામની સીમમાં ક્રિપાલસિંહ સતુભા જાડેજા (ઉ.વ ૪૨) ની વાડીએ દરોડો પાડી અહીં ક્રિપાલસિંહ જાડેજાને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લીધો હતો. પોલીસે .૫,૦૦૦ નું આ હથિયાર કબજે કરી આરોપી સામે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં આમ્ર્સ એકટની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, હથિયાર સાથે ઝડપાયેલ આરોપી ક્રિપાલસિંહ અહીં પોતાની વાડીએ ખેતી કામ કરતો હોય રાત્રિના વાડીએ રખોપુ કરવા માટે હથિયાર સાથે રાખ્યું હોવાનું તેણે રટણ કયુ છે. હથિયાર કયાંથી લાવ્યો તે અંગે પૂછતાછ કરતા તેણે જૂનાગઢના ડફેર પાસેથી આ હથિયાર લીધું હોવાનું જણાવતા આ બાબતે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામમાં જામનગરવાસીઓ પણ ફસાયા
April 24, 2025 01:40 PMજામનગરમાં વે-બ્રીજ નીચે જેક મારી છેતરપીંડી આચરતી ગેંગ પકડાઈ
April 24, 2025 01:25 PMજામનગરમાં વાહન અથડાવી લૂંટ કરતી ટોળકીમાં સામેલ મહિલા પકડાઈ
April 24, 2025 01:19 PMદેવભૂમિ દ્વારકા : ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
April 24, 2025 01:14 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા. ૨૫ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
April 24, 2025 01:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech