મૂળ સાવરકુંડલા પંથકની વતની અને હાલ રાજકોટમાં રહી મોડેલિંગ કરતી ૧૭ વર્ષની સગીરા ઇન્સ્ટાગ્રામ મારફત પરિચયમાં આવેલા રીબડાના શખસે યાજ્ઞિક રોડ પર મળવા બોલાવી હતી. બાદમાં જ્યુસ પીવડાવી બેભાન કરી તેના પર દુષ્કર્મ આચર્યાના ગંભીર આક્ષેપને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે તથ્ય જણાશે તો ગુનો નોંધવામાં આવશે.
રાજકોટની એક હોટલમાં રહી મોડલિંગ કામ કરતી હતી
જાણવા મળતી વિગતો મુજબ, સાવરકુંડલા પંથકમાં રહેતી 17 વર્ષની સગીરા છેલ્લા બે મહિનાથી રાજકોટની એક હોટલમાં રહી મોડલિંગ કામ કરતી હતી. આ સમય દરમિયાન ઇન્સ્ટાગ્રામ મારફત તેનો સંપર્ક રીબડાના અમિત દામજી ખુંટ નામના પટેલ યુવાન સાથે એકાદ સપ્તાહ પૂર્વે થયો હતો. બાદમાં બંને અવારનવાર મળતા હતા.
અમિત ખુંટ સગીરાને લઈને યાજ્ઞિક રોડ પર આવેલી જ્યુસની દુકાને ગયો હતો
દરમિયાન શુક્રવારે મોડી સાંજે અમિત ખુંટ સગીરાને લઈને યાજ્ઞિક રોડ પર આવેલી જ્યુસની દુકાને ગયો હતો. જ્યાં બંને સાથે જયુસ પીધું હતું ત્યારબાદ સગીરા બેભાન થઈ ગઈ હતી અને જ્યારે તે ભાનમાં આવી ત્યારે ગોંડલ રોડ ચોકડીએ અવાવરૂ સ્થળે હતી. ભાનમાં આવ્યા બાદ સગીરાએ તેના મોટા બહેનને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા અને તમામ વિગતથી વાકેફ કર્યા હતા.
ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી
સમગ્ર બનાવ અંગે સગીરાની સાથે રહેતી તેની મિત્રએ આક્ષેપ કર્યો હતો કે, આ શખસ તેને બેભાન કરી અહીંથી લઈ ગયા બાદ તેના પર દુષ્કર્મમાં આચર્યું છે. આ બાબત અંગે પોલીસની જાણ કરવામાં આવી છે. જો પોલીસ દ્વારા ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
પોલીસ દ્વારા હાલ સગીરાનુ મેડિકલ ચેકઅપ કરવવામાં આવ્યું
પોલીસ દ્વારા હાલ સગીરાનુ મેડિકલ ચેકઅપ કરવવામાં આવ્યું છે. ત્યારબાદ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરી સગીરા દ્વારા કરવામાં કરવામાં આવેલા આક્ષેપોમાં તથ્ય જણાશે તો અમિત ખુંટ નામના આ શખસ વિરુદ્ધ ગુનો નોંધવા સહિતની કાર્યવાહી કરાશે. 17 વર્ષની મોડલને બેભાન કરી દુષ્કર્મમાં આચર્યા અંગેના આ પ્રકરણને રાજકોટમાં ભારે ચકચાર જગાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech