હત્યાના પ્રયાસના ગુનામાં ૧ મહિનાથી ફરાર પંચશીલનગરનો શખસ ઝડપાયો

  • August 24, 2024 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હત્યાના પ્રયાસના ગુનામાં છેલ્લા એક માસથી નાસ્તા ફરતા શખસને માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે ઝડપી લીધો હતો. યારે પરોલ ફર્લેા સ્કોવડની ટીમે જુગારના ગુનામાં એક વર્ષની ફરાર મુંબઈના શખસને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, માલવીયાનગર પોલીસ મથક મથકના પીઆઈ જે.આર દેસાઈની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.એ. સિંધી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ અજયભાઈ વીકમા અને કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગઢવીને મળેલી બાતમીના આધારે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાની પ્રયાસના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અભિષેક ઉર્ફે અભલો બાડો દિલીપભાઈ વાળા (ઉ.વ ૨૧ રહે. રહે પંશીલનગર શેરી નંબર ૨, કણકોટ મેઇન રોડ)ને ઝડપી લીધો હતો. આરોપી સામે અગાઉ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ ઉપરાંત થોરાળા પોલીસ સ્ટેશનમાં મારામારી અંગેનો ગુનો નોંધાઈ ચૂકયો હોવાનું જાણવા મળ્યું છે.
યારે પેરોલ ફર્લેા સ્કોવડની ટીમે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુગારના ગુનામાં એક વર્ષથી નાસ્તા ફરતા આરોપી કરણ સુનીલકુમાર સામદાસાની (ઉ.વ ૨૮ રહે. હાલ જેનમ રેસીડેન્સી ઇસ્ટ મુંબઈ, મૂળ ઉલાસનગર, મુંબઈ) ને રાજકોટમાં રેલવે કોલોની પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં પેરોલ ફર્લેા સ્કોવડની ટીમના પીઆઇ બી.વી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમે કામગીરી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application