ગીરસોમનાથ એલસીબીએ તાલાલા બામણાસા ચેક પોસ્ટ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે. ગીરસોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્રારા દારૂ જુગારનું દુષણ ડામવા સૂચના મુજબ ગીરસોમનાથ એલસીબીના પો.ઇન્સ. એસ.વી. રાજપુત, પો.સબ.ઇન્સ. એ.સી. સિંધવ, પો.સબ.ઇન્સ. એચ.એલ. જેબલીયા, પેરોલ ફર્લેા પો.સબ.ઇન્સ. એ.બી. ગોહીલની રાહબરી હેઠળ એલસીબીના પો.હે.કો. કોન્સ. કૃષ્ણકુમારસિંહ સોલંકી, પો.કો.મહેશભાઇ સોસાને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે તાલાલા પો.સ્ટે.વિસ્તારમાં આવેલ બામણાસા ચેક પોસ્ટ પાસેથી રેનોલ્ટ કાર રોકાવી તલાસી લેતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નં.૨૬૮ કિ.રૂા.૬૦,૫૯૧ દારૂની હેરાફેરી ઉપયોગમાં લીધેલ કાર–૧, કી.રૂા. ૨,૦૦,૦૦૦, મોબાઇલ ફોન નં.૧ કી.રૂા.૧૦,૦૦૦ મળી કુલ કી.રૂ. ૨,૭૦,૫૯૧ પ્રોહી સહીત મુદામાલ સાથે ભાવેશ લખમણભાઇ પીઠીયા (રહે.મઢડા તા.કેશોદ)ને ઝડપી જેના વિરૂધ્ધ તાલાલા પો.સ્ટે. પ્રોહી એકટ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે