એલસીબીએ શહેરના ઘોઘા સર્કલ વિસ્તારના એક કોમ્પ્લેક્ષના મીટર રૂમમાંથી ચોરી થયેલ ફેબ્રીકેશનના સાધનો કિ.રૂ.૧૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે એક ક. પરાના શખ્સને ઝડપી લીધો હતો.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસ અને પેટ્રોલીંગમાં દરમિયાન કેવલભાઇ સાંગા પો.કોન્સ.,એલ.સી.બીને મળેલી બાતમી મુજબ ઘોઘા સર્કલ, કબ્રસ્તાન ની દિવાલ પાસે,ગાર્ડન નર્સરી પાછળના ભાગે થી ફેબ્રીકેશનના કામમાં ઉપયોગી સાધનો સાથે રાહુલ ઘનશ્યામભાઈ પરમાર (ઉ. વ. ૩૨, રે. પરમાર ફળી, કરચલીયાપરા, ભાવનગર)ને ઝડપી લઈ તેની પુછપરછ કરતાં દસેક દિવસ પહેલાં પોતાના શેઠ પ્રકાશભાઇ મકવાણાએ ફાયરની પાઇપ લાઇનનું કામ ચાલુ હોવાથી વેલ્ડીંગ મશીન, લોખંડના સળીયા કાપવાનું ઇલેકટ્રીક મશીન, ડ્રીલ મશીન, ચેઇન કપ્પો વિગેરે સામાન ઘોઘાસર્કલ પાસે આવેલ કોમ્પલેકસમાં રાખેલ.
તે સામાન વહેલી સવારના પાંચેક વાગ્યે જઇને ચોરી કરી લીધેલ હોવાની કબુલાત કર્યાની કબૂલાત આપતા તેને આગળની વધુ કાર્યવાહી થવા માટે ઘોઘા રોડ પોલીસને હવાલે કર્યો હતો. ઝડપાયેલા શખ્સ પાસેથી ઊડઝછઅ ઙઘઠઊછ લખેલ લાલ કલરની પ્લાસ્ટીક બેગમાં પાના અને કી સાથેનું ઊડઝછઅ ઙઘઠઊછ લખેલ ડ્રીલ મશીન કિ.રૂ.૩,૦૦૦, ઉઘગૠ ઈઇંઊગૠ ખઅઉઊ ઈંગ ઈઇંઈંગઅ લખેલ સળીયા કાપવાનું મશીન કિ.રૂ.૫,૦૦૦, પીળા કલરનું ઊંઘછઊ અછઈ લખેલ વેલ્ડીંગ મશીન કિ.રૂ.૫,૦૦૦ અને લાલ કલરનું ઙઘઠઊછ ૧ ઝઘગ લખેલ ચેઇન પુલીંગ મશીન કિ.રૂ.૨,૦૦૦ મળી કુલ રૂ.૧૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જેની શહેરના ઘોઘા રોડ પોલીસ મથકમાં એ પાર્ટ ગુ.ર.નં.૧૨૪૪/૨૦૨૪ ઇ.ગ.જ.ની કલમ:-૩૦૫, ૩૩૧(૩), ૩૩૧ (૪) મુજબનો ગુન્હો નોંધાયો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ અને કેવલભાઇ સાંગા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech