પોરબંદરમાં વિદેશી દા પૂરો પાડવાના ગુન્હામાં બે વર્ષથી વોન્ટેડ જુનાગઢના પરેશ ઉર્ફે પ્રકાશ ખાંભલાની પોલીસે ધરપકડ કરી હતી.
જુનાગઢ રેન્જ, જુનાગઢના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા દ્વારા તેમજ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા લાલશાહીથી નાશતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારુ સુચના કરવામાં આવેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડ પોરબંદરના સબ ઇન્સપેકટર એચ.એમ. જાડેજા તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર. કટારા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ સીસોદીયાને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન પાર્ટ -સી દાના ગુન્હામાં મુદામાલ પૂરો પાડનાર તથા વંથલી પોલીસ સ્ટેશન જી. જુનાગઢ દા ગુન્હામાં બે વર્ષથી નાશતો ફરતો આરોપી પ્રકાશ રામભાઇ ખાંભલા રહે. ગાંધીગ્રામ જૂનાગઢવાળો પોરબંદર આવનાર છે. જે હકીકતને આધારે ત્યાં જઇ તપાસ કરતા આ ફરાર આરોપી મળી આવેલ જેની વધુ પૂછપરછ કરતા સદર ગુન્હાની કબુલાત આપેલ જેથી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ગુનાના કામે પકડેલ અને વંથલી પોલીસ સ્ટેશન જુનાગઢને જાણ કરવા તજવીજ કરેલ છે. આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ સબ ઇન્સપેકટર એચ.એમ. જાડેજા તથા એ.એસ.આઇ. એચ.કે. પરમાર તથા જે.આર. કટારા, પીયુષભાઇ બોદર, હેડ કોન્સ્ટેબલ પીયુષભાઇ સીસોદીયા, પ્રકાશભાઇ નકુમ, જેતમલભાઇ મોઢવાડીયા તથા વજશીભાઇ વ, કેશુભાઇ ગોરાણીયા, હરેશભાઇ સીસોદીયા તથા પોલીસ કોન્સ્ટેબલ આકાશભાઇ દ્વારા કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech