રાજકોટના રામનાથપરા વિસ્તાર સહિત ચાર સ્થળોએથી બાઇકની ચોરી કરનાર જુનાગઢ પંથકના શખસને ધોરાજી સિટી પોલીસ મથકના સ્ટાફે ઝડપી લઇ તેની પાસેથી .૬૦ હજારની કિંમતના ચાર બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આરોપી હેન્ડલોક વગરના અને અવાવ સ્થળે રાખેલા વાહન ચોરી કરી લેતો હતો.
જાણવા મળતી વિગતો મુજબ,ધોરાજી સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એલ.આર.ગોહિલની રાહબરી હેઠળ પીએસઆઇ પી.કે.ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એવી બાતમી મળી હતી કે,ધોરાજીમાં જુનાગઢ રોડ પર એક શખસ નંબર પ્લેટ વગરના ચોરાઉ બાઇક સાથે ઉભો છે. જેથી આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં પહોંચી આ શખસની પુછતાછ કરતા તેણે પોતાનું નામ રાજવદં વિરદાસભાઇ વાઘેલા(ઉ.વ ૨૦ રહે. વડાલ તા. જુનાગઢ) હોવાનું જણાવ્યું હતું.પોલીસે આ શખસ પાસેથી બાઇકના કાગળો માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.બાદમાં પોલીસે બાઇકના ચેસીસ નંબર ઇ ગુજકોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા આ બાઇક ચોરાઉ હોવાનું માલુમ પડયું હતું.જેથી પોલીસે આ શખસની અટકાયત કરી હતી.
પોલીસે આરોપીની સઘન પુછતાછ કરતા તેણે આ સહિત ચાર બાઇક ચોરીની કબુલાત આપી હતી.જેમાં એક માસ પૂર્વે રાજકોટમાં રામાનાથપરા સ્મશાન પાસેથી, આઠેક માસ પૂર્વે જુનાગઢ સિવિલ હોસ્પિટલના પાકિગમાંથી, બે માસ પૂર્વે ફરી જુનાગઢ હોસ્પિટલના પાકિગમાંથી અને છ દિવસ પૂર્વે જેતપુર ધોરાજી રોડ પરથી બાઇકની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.પોલીસે .૬૦ હજારની કિંમતના આ ચારેય બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે,બાઇક ચોરીમાં ઝડપાયેલો આરોપી રાજવદં જે બાઇકમાં હેન્ડલ લોક ન હોય તે તથા અવાવ સ્થળે રાખેલા બાઇકમાં લોકનો સોકેટ ખોલી ડાયરેકટ કરી બાઇક ઉઠાવી જતો હોવાની કબુલાત આપી હતી.આરોપી અન્ય કોઇ બાઇક ચોરીમાં સંડોવયેલો છે કે કેમ? તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે
જંગલેશ્ર્વર પાસે ચોરાઉ એકસેસ સાથે શખસ ઝડપાયો
ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એએસઆઇ સી.એમ.ચાવડા,હેડ કોન્સ. કનકસિંહ સોલંકી અને ઉમેશભાઇ ચાવડાને મળેલી બાતમીના આધારે દેવપરાથી જંગલેશ્ર્વર તરફ જતા રસ્તે કાવેરી એપાર્ટમેન્ટ પાસેથી પોલીસે ચોરાઉ એકસેસ સાથે કૌશલ સંજયભાઇ ડાભી(ઉ.વ ૨૧ રહે. હાથીખાના) ને ઝડપી લીધો હતો.પોલીસે તેની પાસેથી ચોરાઉ વાહન કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech