લોકોમાં ભય ઉભો થાય તેવી સોસીયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરનાર ગારિયાધારનો શખ્સ ઝડપાયો

  • May 12, 2025 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુધ્ધની પરિસ્થિતિ દરમિયાન નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરવાના મલીન ઇરાદાથી સોશિયલ મીડીયામાં પોસ્ટ કરનાર ગારિયાધારના  શખ્સ  વિરૂધ્ધ    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને ઝડપી લીધો હતો.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ભાવનગર રેન્જ અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાને ગઇ તા.૨૨-૦૪  ના રોજ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય પર્યટકો ઉપર ગોળીબારી કરી  ભાવનગરના પિતા-પુત્ર સહિત ૨૬ નિર્દોષ પર્યટકોના મોત નિપજાવેલ. જે દુષ્ટ ઘટના સામે કડક જવાબરૂપે ભારત સરકારે  ઓપરેશન સિંદુર શરૂ કરેલ. 
આ ઓપરેશન હેઠળ પાકિસ્તાનની અંદર આવેલી આતંકવાદી પ્રવૃતિઓ ચલાવતાં ટ્રેનિંગ કેમ્પ પર ચોક્કસ હવાઇ હુમલાઓ કરવામાં આવ્યા હતા. આ પગલું ભારતના રાષ્ટ્રીય હિત, સુરક્ષા અને આતંકવાદ વિરૂધ્ધ સખત નીતિના ભાગરૂપે લેવામાં આવ્યું હતું. ભારત સરકારે પોતાના સાર્વભૌમત્વ અને અખંડિતતાને ધ્યાને રાખી ઉપરોક્ત આતંકવાદી પ્રવૃતિ વિરૂધ્ધ ઓપરેશન હાથ ધરેલ. જે હાલની યુધ્ધની પરિસ્થિતિ દરમિયાન સોશિયલ મીડીયા ઉપર સૈન્ય બાબતે ભ્રામક માહિતી ફેલાવવા કરવામાં આવતી પોસ્ટ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા માટે આપેલી સખ્ત  સૂચના મુજબ ભાવનગર  લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ટેકનિકલ સેલના પોલીસ સ્ટાફનાં માણસો  વોચમાં હતાં.તે દરમિયાન ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ણઘછઘ ૮૫૫ના વપરાશ કર્તાએ જાણી જોઇને ઇરાદાપુર્વક હાલમાં ઓપરેશન સિંદુર નામથી ચાલતી સર્જીકલ સ્ટ્રાઇકમાં ભારતીય સૈનિકોના પરાક્રમને બીરદાવવાના બદલે નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરવાના તથા ભારત સરકારના યુધ્ધ બાબતે ખોટા નિર્ણય બાબતે મલીન ઇરાદે પોસ્ટ કરનાર  આઇનુલ અનિશભાઇ શેખ (રહે.ગારીયાધાર જી.ભાવનગર) હોવાનું ખુલતા તેમજ તે હાલ ફરાર હોય તેને ઝડપી લીધો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ હિતેશભાઇ મકવાણા, બીજલભાઇ કરમટીયા, શૈલેષભાઇ ચાવડા અને હરિચંદ્દસિંહ ભીમભા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application