ગોંડલમાં વિજય મમરા ફેકટરીના મેનેજરને ગોંડલ તાલુકાના બંધીયા ગામે રહેતા શખસે ઓફિસમાં ઘૂસી જાની મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ મકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.આગાઉ આ શખસ સામે ફેકટરી માલિકે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હોય જેમાં મેનેજર સાક્ષી હોય તે વાતનો ખાર રાખી આ ધમકી આપી હતી.આગાઉ પણ ધમકી આપી હતી તે સમયે પણ મેનેજરે પોલીસ ફરિયાદ કરી હતી.
જાણવા મળતી વિગતો મુબજ,ગોંડલમાં ભોજરાજપરા અક્ષર રેસીડેન્સીની બ્લોક નં.૪ માં રહેતા મૂળ મોવીયાના વતની કેતનભાઇ ગીરધરલાલ પંડયા દ્વારા ગોંડલ બી ડિવિઝનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલ તાલુકાના બંધીયા ગામે રહેતા ઓમદેવસિંહ ઇન્દ્રજીતસિંહ વાઘેલાનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલે સાંજના સમયે તેઓ ગોંડલમાં આવેલી વિજય મમરા ફેકટરીમાં મેનેજર તરીકે પોતાની નોકરી પર હતા ત્યારે આરોપી ઓમદેવસિંહે અહીં ઓફિસમાં ઘૂસી આવી આગાઉ આરોપી સામે યેલા લેન્ડગ્રેબીંગના કેસમાં કેતનભાઇ સાક્ષી હોય તે વાત તા અગાઉ આરોપી સામે કેતનભાઇએ ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાવી તે વાતનો ખાર રાખી બેફામ ગાળાગાળી કરી જાની મારી નાખવાની ધમકી આપી હતી.જેી આ અંગે ફેકટરીના મેનેજર કેતનભાઇ પંડયાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ઓમદેવસિંહે વિજય મમરા ફેકટરીના માલિકની જગ્યા પર દબાણ કર્યું હોય જે અંગે લેન્ડગ્રેબિંગની ફરિયાદ ઇ હતી.જેમાં કેતનભાઇ સાક્ષી હતા.જે વાતનો ખાર રાખી ગત વર્ષે આરોપીએ ફરિયાદીના ઘરે ધસી જઇ તેમને જાની મારી નાખવાની ધમકી આપી હતી.જેી જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બંને વાતનો ખાર રાખી આરોપીએ ઓફિસમાં ઘૂસી ફરી ધમકી આપી હતી.આ અંગે પોલીસે આરોપી ઓમદેવસિંહ સામે આઇપીસીની કલમ ૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech