ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે: સપ્લાયરની શોધખોળ

  • June 25, 2021 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા શહેરમાં એલસીબી પોલીસે ગત સાંજે વિદેશી દારૂની 66 બાટલી સાથે એક ગઢવી શખ્સને ઝડપી લીધો હતો. તેને દારૂનો સપ્લાયર કરનાર શખ્સની શોધખોળ પોલીસે આરંભી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ સ્ટાફ દ્વારા ખંભાળિયા પંથકમાં ગત સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ આહિર તથા બોઘાભાઈ કેસરિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના ટેલીફોન એક્સચેન્જ સામે રહેતા વાલા દુલા રૂડાચ નામના 25 વર્ષના ગઢવી દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે મંગાવીને રાખવામાં આવેલો રૂપિયા 26400 ની કિંમતનો 66 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

આ વિદેશી દારૂ તેણે અત્રે ગાયત્રીનગરમાં રહેતા સામત લીલાભાઈ રૂડાચ નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ કરતાં ખંભાળિયા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS