દ્વારકામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે, એકની શોધખોળ

  • July 24, 2021 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂ. 1.42 લાખનો મુદ્દામાલ કબજે કરતી એલ.સી.બી. પોલીસ

    દ્વારકાના ટી.વી. સ્ટેશન વિસ્તારમાં રહેતો મહેમુદ ઉર્ફે મેમલો નુરમામદ બાલાગામીયા નામનો શખ્સ પોતાની રિક્ષામાં દારૂની હેરાફેરી કરતો હોવાની ચોક્કસ બાતમી જિલ્લા એલસીબી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળતા અંગે પી.આઈ. જે.એમ. ચાવડાની રાહબરીમાં હેઠળ એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ, ભરતભાઈ ચાવડા તથા અરજણભાઈ મારુની બાતમીના આધારે આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસે ઉપરોક્ત શખ્સને રૂપિયા 1,07,200 ની કિંમતની 268 બોટલ વિદેશી દારૂ ઉપરાંત રૂ. 30 હજારની કિંમતની બજાજ રિક્ષા તેમજ રૂ. પાંચ હજારની કિંમતના એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1,42,200/- ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત શખ્સની અટકાયત કરી વધુ તપાસ અર્થે મુદ્દામાલ સાથે આરોપીને દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે.

   આ પ્રકરણમાં રાણપર ગામના લાખા રબારી નામના શખ્સનું પણ નામ ખુલવા પામ્યું છે. જેથી પોલીસે હાલ તેને ફરાર ગણી, તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

   આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. સીંગરખીયા, એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જીતુભાઈ હુણ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જીતુભાઈ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS